Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર | Moneycontrol Gujarati
Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

સબ્સિડરીએ ગુજરાતના વલસાડમાં સોલર ઈન્વર્ટર મેન્યુફેક્ચરિંગ લાઈનમાં ઓપરેશન શરૂ કર્યું. 1.1 GW ક્ષમતા સાથે ઓપરેશન શરૂ કર્યું. ગુજરાતના આ 1.1 GW પ્લાન્ટથી સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત થશે. ચાઇનીઝ ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઘટશે.

અપડેટેડ 10:06:53 AM Oct 01, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ONGC/MRPL/IOL/RIL

સરકારે આજે વિંડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો. ડીઝલ પર એક્સોપર્ટ ડ્યુટી ₹20/ltr થી ઘટાડી ₹16/ltr કરી. ATF પર એક્સોપર્ટ ડ્યુટી ₹15/ltr થી ઘટાડી ₹10.5/ltr કરી. પેટ્રોલ પર એક્સોપર્ટ ડ્યુટી ₹0.5/ltr પર યથાવત્ છે.


OMCs

આજથી કમર્શિયલ LPG સિલિન્ડરના પ્રાઈસ વધ્યા. 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરનો પ્રાઈસ ₹62-71 સુધી વધ્યો. મુંબઈમાં ભાવ ₹2701 થી વધીને ₹2764 થયા.

Molbio

Business Excellence Trust III એ 23.29 લાખ શેર્સ વેચ્યા. ₹306.3 કરોડ માટે 2% હિસ્સો વેચ્યો. HDFC MFએ 2% હિસ્સો ₹302.5 કરોડમાં ખરીદ્યો. સરેરાશ ₹1,315 પ્રતિશેરના પ્રાઈસ પર શેર્સ વેચ્યા.

IRB InvIT Fund

આર્વેસ્ટા ફાઇનાન્શિયલ સર્વિસિસ અને નિયો ટ્રેઝરી પ્લસ ફંડએ હિસ્સો વેચ્યા. 5.56 કરોડ શેર્સ ₹351.66 કરોડમાં વેચ્યા. L&T વેલ્ફેર અને L&T એમ્પ્લોઈઝ વેલ્ફેર ફાઉન્ડેશનએ 1.6 કરોડ શેર્સ ₹100.66 કરોડમાં ખરીદ્યા. LTM એ 1.58 કરોડ શેર્સ ₹100.05 કરોડમાં ખરીદ્યા. L&T ટેકએ 79.6 લાખ શેર્સ ₹50.27 કરોડમાં ખરીદ્યા. NSE પર સરેરાશ ₹63.27 પ્રતિશેરના ભાવે ડીલ થઈ.

Avalon

Avalonમાં પ્રમોટર ગ્રુપએ 6% હિસ્સો ₹871 કરોડમાં વેચ્યો. ભાસ્કર શ્રીનિવાસન, BBS અને KBS ફેમિલી ટ્રસ્ટે હિસ્સો વેચ્યો. Kotak Mah MFએ 3.6% હિસ્સો ₹521 Crમાં ખરીદ્યો. Kotak Mah MF એ ₹2171 પ્રતિશેર પર હિસ્સો ખરીદ્યો.

KOTAK BANK

RBIએ નવા MD & CEO માટે આપી મંજૂરી. અનુપ કુમાર સહાને MD & CEO માટે મંજૂરી આપી. RBIએ 3 વર્ષ માટે મંજૂરી આપી.

Tech Mahindra

15 ઓક્ટોબરે બોર્ડ બેઠકમાં કંપની વચગાળાના ડિવિડન્ડ અને બોનસ ઈશ્યુ પર વિચાર કરશે.

Indigo

કંપનીને સ્થાનિક, વિદેશી ઉડાણ માટે 2 વિકલ્પ આપ્યા. 25 ઓક્ટોબરથી ઓપરેશન શિફ્ટ અથવા બંધ કરવાનો વિકલ્પ છે. ઓપરેશન્સ MIAL થી NMIAL માં શિફ્ટ કરવાનો વિકલ્પ છે. 25 ઓક્ટોબરથી MIAL થી ફ્લાઇટ્સ રદ્દ કરવાનો વિકલ્પ છે. MIAL એટલે કે Mumbai International Airport Ltd. NMIAL એટલે કે Navi Mumbai International Airport Ltd. મુંબઈ નવું ટર્મિનલ-1 શરૂ થાય ત્યાં સુધી ફ્લાઇટ્સ સ્થગિત કરશે. મુંબઈમાં 2029-30 સુધીમાં ટર્મિનલ-1 કાર્યરત થવાની ધારણા છે. IATAએ ઈન્ટરનેશનલ ઓપરેશન્સ નવી મુંબઈ શિફ્ટ કરવાનો વિરોધ કર્યો. IATA એટલે કે International Air Transport Association.

Jio Financial

જિયો ફાઇનાન્શિયલ અને Allianz બન્નેએ જિયો એલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સમાં રોકાણ કર્યું. રાઈટ્સ ઈશ્યુ દ્વારા ₹320 કરોડનું રોકાણ કર્યું.

Symbiotec Pharma

સબ્સિડરીએ US ગ્લોબલ ફાર્મા કંપની સાથે કરાર કર્યા. સબ્સિડરી Knovea ફાર્માએ ડ્યુલ ચેમ્બર વાઈલ પ્રોડક્ટ્સ માટે કરાર કર્યા.

POWER GRID, GEAR & CABLE STOCKS

કેબિનેટએ PM-DHARA સ્કીમને મંજૂરી આપી. PM-DHARA સ્કીમ માટે ₹1.86 લાખ કરોડની ફાળવણી કરી. રાજ્યોમાં ઈન્ટર ટ્રાન્સમીશન સિસ્ટમ મજબૂત કરવા પર જોર છે.

FORCE MOTORS

વર્ષના આધાર પર કુલ વેચાણ 57.13% વધીને 4101 યુનિટ રહ્યું. વર્ષના આધાર પર સ્થાનિક વેચાણ 62% વધીને 4027 યુનિટ રહ્યું.

HUDCO

વર્ષના આધાર પર લોન ડિસબર્સમેન્ટ 46% વધી ₹18,994 કરોડ છે. Q2માં Loan Sanctions ₹39,107 કરોડ છે.

NCC

સપ્ટેમ્બરમાં કંપનીને ₹500.22 Crના 2 નવા ઓર્ડર મળ્યા. બિલ્ડિંગ્સ ડિવિઝન માટે ₹311.05 Crનો ઓર્ડર મળ્યો. વોટર એન્ડ એન્વાયરન્મેન્ટ ડિવિઝન માટે ₹189.17 Crનો ઓર્ડર મળ્યા.

Aurobindo Pharma

સબ્સિડરી એક્રોટેક બાયોફાર્માએ USમાં ડર્મેટોલોજી બિઝનેસમાં એન્ટ્રી કરી. એક્રોટેક બાયોફાર્માએ USમાં એક્ઝિમા દવા ADQUEY લોન્ચ કરી. એક્ઝિમા દવા ADQUEY નું USમાં વાર્ષિક લગભગ $130 Crની આવક છે.

Lemon Tree Hotels

કંપનીએ દાર્જિલિંગમાં એન્ટ્રી કરી. કંપનીએ કીઝ પ્રાઈમા બાય લેમનહોટેલ્સ લોન્ચ કરી. 65 રૂમની નવી કીઝ પ્રાઈમા હોટેલ શરૂ કરી. કંપનીની મિડ-સ્કેલ અને પ્રીમિયમ મિડ-સ્કેલ બ્રાન્ડ કીઝ પ્રાઈમા હેઠળ ઓપરેટ થશે.

Bata

સંજય S. રાવની કંપનીના MD એન્ડ CEO ની નિયુક્તિ કરી. 1 ઓક્ટોબર 2026 થી 23 ઓગસ્ટ 2031 સુધીના 5 વર્ષના સમયગાળા માટે પદ સંભાળશે. સંજય રાવ પાસે ગ્લોબલ રિટેલિંગનો મોટો અનુભવ છે. Nike Retail (ફ્રાન્સ અને બેનેલક્સ રિજન)માં સિનિયર ડિરેક્ટર રહી ચૂક્યા.

Blue Dart

જનરલ પ્રાઈસમાં 9-12% સુધી વધારાની જાહેરાત કરી. 1 જાન્યુઆરી 2027થી નવા પ્રાઈસ લાગૂ થશે.

ACC

કંપનીએ ઉત્તર પ્રદેશમાં 2.4 MTPA ક્ષમતા ધરાવતી નવી સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ શરૂ કરી. સબ્સિડરીએ મહારાષ્ટ્રમાં 3 MTPA ક્ષમતા ધરાવતી નવી સિમેન્ટ બ્લેન્ડિંગ યુનિટ શરૂ કરી.

WAAREE ENERGIES

સબ્સિડરીએ ગુજરાતના વલસાડમાં સોલર ઈન્વર્ટર મેન્યુફેક્ચરિંગ લાઈનમાં ઓપરેશન શરૂ કર્યું. 1.1 GW ક્ષમતા સાથે ઓપરેશન શરૂ કર્યું. ગુજરાતના આ 1.1 GW પ્લાન્ટથી સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત થશે. ચાઇનીઝ ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઘટશે.

South Indian Bank

મહેશ Paiની કંપનીના MD & CEO તરીકે નિયુક્તિ કરી. 1 ઓક્ટોબરથી MD & CEO તરીકે પદ સંભાળ્યું. મહેશ પાઈને ભારતીય બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં ૩ દાયકાથી વધુનો અનુભવ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 10:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.