Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

સ્પ્રાઉટલાઇફમાં બાકી રહેલો 52.5% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹645 Crમાં 13445 ઈક્વિટી શેર્સ ખરીદ્યા. Yoga Bar બ્રાન્ડની પેરેન્ટ કંપની છે Sproutlife. હવે ITCની સંપૂર્ણ માલિકીની સબ્સિડરી બની ગઈ Sproutlife. ITC અગાઉ Sproutlifeનો આશરે 47.5% હિસ્સો ધરાવતું હતું.

અપડેટેડ 10:27:42 AM Sep 29, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Tata Chemical

ટાટા સન્સમાં સ્ટ્રેટેજિક ફેરફારની યોજના છે. ટાટા ટ્રસ્ટે ટાટા સન્સમાં ફેરફારોનો પ્રસ્તાવ આપ્યો. RBI નિયમોનું પાલન કરતાં પ્રાઈવેટ કંપની જાળવી રાખવાનો પ્રસ્તાવ છે. ફેરફાર બાદ ટાટા સન્સ NBFC તરીકે વર્ગીકૃત નહીં થાય. ગ્રુપ કંપનીઓમાં CIC માટે જરૂરી મર્યાદાથી નીચે આવી જશે. CIC એટલે કે Core Investment Co. ટાટા સન્સમાં TESS, TCEના મર્જરનો પ્રસ્તાવ છે. મર્જર બાદ કંપનીની આવક ₹1.05 લાખ કરોડ થશે. TESS એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સોલ્યુશન્સ. TCE એટલે કે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ.


Cube Highways

Cube Highways Trust માં ₹688.1 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. Seventy Second invest વેચી શકે છે 3.35% હિસ્સો. પ્રમોટર લગભગ 4.5 કરોડ શેર્સ વેચી શકે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹153 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 1% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.

Honasa Consumer

હોનાસા કન્ઝ્યુમરમાં ₹400 કરોડની મોટી બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલમાં 3 PE ફંડ વેચી શકે છે 2.73% હિસ્સો છે. Peak XV Partners, Sequoia Capital વેચી શકે છે હિસ્સો. Redwood Trust પણ ડીલ દ્વારા વેચી શકે છે હિસ્સો. બ્લૉક ડીલમાં 89 લાખ શેર્સ વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹450 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 3.4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.

Clean Max

ઓગમેન્ટ ઇન્ડિયા હોલ્ડિંગએ 85.02 લાખ શેર્સ વેચ્યા. ₹1095.93 Cr માટે 7.3% હિસ્સો વેચ્યો. ICICI Pru Life એ ₹143.71 Cr માટે 11.15 Lk શેર્સ ખરીદ્યા. HSBC India Infra Eq Mother Fund એ ₹101.53 Cr માટે 7.88 Lk શેર્સ ખરીદ્યા. Goldman Sachs Invsts Mauritius I એ ₹92.62 Cr માટે 7.19 Lk શેર્સ ખરીદ્યા. સરેરાશ ₹1,288.95 પ્રતિશેરના ભાવે વેચાયા હતા.

Coforge

અખિલ કુમાર ગુપ્તાની નવા ચેરપર્સન નિયુક્ત કર્યા. અખિલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. હાલમાં 360 ONE WAM અને ભારત લાઇફના બોર્ડ સભ્ય છે. અખિલ કુમારે ઝેપ્ટો Zepto, Lodha Dev બોર્ડમાં પણ સર્વિસ આપી હતી.

Ellenbarrie

એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસિસને BHEL પાસેથી ₹481 Crનો ઓર્ડર મળ્યો. ઓડિશામાં કોલ ટૂ એમોનિયમ નાઈટ્રેટ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. Cryogenic Air Separation યુનિટ પ્લાન્ટ લગાડશે કંપની. Cryogenic Air Separationની ક્ષમતા 1200 TPD રહેશે.

Landmark Cars

BYD અને M&Mના નવા શોરૂમ શરૂ કર્યા. નોઈડામાં BYDનો નવો શોરૂમ શરૂ કર્યો. કોલકાતામાં M&Mનો નવો નવો શોરૂમ શરૂ કર્યો.

HCL TECH

સબ્સિડરી HCL સોફ્ટવેર Robotiq.aiનું અધિગ્રહણ કરશે. એન્ટરપ્રાઇઝ એજન્ટિક ઓટોમેશનને મજબૂત બનાવવાની યોજના છે. AI અને Automation ક્ષેત્રમાં કંપનીની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો.

Zydus Life

US FDA પાસેથી અમદાવાદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ SEZ IIને 1 અવલોકન મળ્યું. US FDAનું CGMP નિરિક્ષણ પૂરૂ થયું. 21 થી 28 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ITC

સ્પ્રાઉટલાઇફમાં બાકી રહેલો 52.5% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹645 Crમાં 13445 ઈક્વિટી શેર્સ ખરીદ્યા. Yoga Bar બ્રાન્ડની પેરેન્ટ કંપની છે Sproutlife. હવે ITCની સંપૂર્ણ માલિકીની સબ્સિડરી બની ગઈ Sproutlife. ITC અગાઉ Sproutlifeનો આશરે 47.5% હિસ્સો ધરાવતું હતું. આ ડીલ 2023માં શરૂ થયેલી એક્વિઝિશન પ્રોસેસનો અંતિમ તબક્કો છે. Sproutlifeમાં 39.4% હિસ્સો આશરે $21 મિલિયનમાં ખરીદ્યો હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ ટ્રાન્ઝેક્શન રિલેટેડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન નથી. તેને કોઈ સરકારી કે રેગ્યુલેટરી મંજૂરીની જરૂર નહોતી.

Allcargo Logistics

MD અને CEO કેતન કુલકર્ણીએ MD અને CEOના પદેથી રાજીનામું આપ્યું. 31 ડિસેમ્બર 2026 સુધી કાર્યરત રહેશે. કેતન કુલકર્ણી ગ્રુપ સાથે જોડાયેલા રહેશે. જાન્યુઆરી 2027થી Chief Growth Officer તરીકે નવી જવાબદારી સંભાળશે.

NCC

આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી ₹1077 Crનો ઓર્ડર મળ્યો. પીવાના પાણીના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો.

Pidilite Industries

હ્વાસુંગ કેમિકલ સાથે કરાર કર્યા. ભારતમાં Advanced Footwear Adhesive Technologies લાવવાની યોજના છે.

Arvind Smart

બેંગલુરુમાં નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. કંપનીને પ્રોજેક્ટથી ₹470 Crની આવકની અપેક્ષા છે.

Vikram Solar

મહારાષ્ટ્રમાં 400 MW મોડ્યુલના સપ્લાય માટે ઓર્ડર મળ્યો.

IRFC

રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે દામોદર વેલી કોર્પોરેશન સાથે કરાર કર્યા. ₹4200 Cr માટે લોન એગ્રીમેન્ટ માટે કરાર કર્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 29, 2026 10:27 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.