Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુરમાં CNGના પ્રાઈસ વધાર્યા. CNGના પ્રાઈસમાં ₹1/Kgનો વધારો કર્યો. 16 નવેમ્બરથી નવા પ્રાઈસ અમલમાં મુકાયા.

અપડેટેડ 09:10:02 AM Nov 17, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TATA Motors PV

આવક ₹83656 કરોડથી 14% ઘટી ₹72349 કરોડ રહ્યા. ₹3,056 કરોડ નફાની સામે ₹6,370 કરોડની Adj ખોટ છે. ₹4,777 કરોડ નફાની સામે ₹5,462 કરોડની Exceptional પહેલા ખોટ છે. ₹9,914 કરોડ EBITDA ની સામે ₹1,404 કરોડની EBITDA ખોટ છે. ₹436 કરોડ ફોરેક્સ ગેન સામે ₹361 કરોડની ફોરેક્સ ખોટ રહી. ₹8,300 કરોડના નેગેટિવ ફ્રી કેશ ફ્લો છે. સાયબર હુમલાથી વોલ્યુમમાં ઘટાડો આવ્યો. વોલ્યુમ ઘટવાથી ફ્રી કેશ નેગેટિવ રહ્યું. સાયબર હુમલાની ₹2008 કરોડની અસર પડી.


Max Healthcare

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેક્સ હેલ્થકેરનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 74.3% વધીને ₹491.3 કરોડ થયો અને આવક 25% વધીને ₹2,135.5 કરોડ થઈ.

Exide Industries

બેટરી પર GST ઘટાડાથી ખરીદી મુલતવી રહી, માંગ ધીમી રહી. FY26 અંત સુધીમાં લિથિયમ-આયન સેલ ઉત્પાદનની અપેક્ષા છે. સ્થાનિક બિઝનેસ ગ્રોથ 5% YoY, જિયોપોલિટિકલ તણાવથી એક્સપોર્ટ બિઝનેસ પ્રભાવિત થયો. H1FY26 માટે EBITDA માર્જિન 10.9%. મજબૂત ક્વિડિટી સાથે દેવામુક્ત કર્યા. GST અસર પહેલા ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો.

INOX WIND

FY26માં 202 મેગાવોટનું ઉત્પાદન કર્યું. ઓર્ડર બુક 3.2 GW કરતા વધુ, આગામી 18–24 મહિના માટે મજબૂત વિઝિબિલિટી છે. FY26માં આશરે 400 MWના નવા ઓર્ડર્સ, નવા અને હાલના બે પ્રકારના ગ્રાહકો પાસેથી મળ્યા. મેનેજમેન્ટનો વાર્ષિક 1 GWથી વધુ ઓર્ડરનો લક્ષ્ય છે. લાંબા ગાળાના પાર્ટનરશિપ્સ અને ફ્રેમવર્ક એગ્રીમેન્ટ્સ દ્વારા હાંસલ કરવાનો ઉદ્દેશ છે. ગ્રુપ IPPનું લક્ષ્ય 3 GWથી વધુ હાઇબ્રિડ રિન્યુએબલ ક્ષમતાનું છે. રિન્યુએબલ ક્ષમતા 500–700 MWના વાર્ષિક ઓર્ડરને સપોર્ટ કરશે. ગુજરાતમાં નાસેલ અને હબ પ્લાન્ટ અને કર્ણાટકમાં બ્લેડ અને ટાવર પ્લાન્ટ શરૂ કર્યો.

Kotak Mahindra

21 નવેમ્બરે બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં શેર વિભાજન પર વિચાર કરશે.

MGL

મુંબઈમાં ગેસ પાઇપલાઇન ડેમેજથી CNG સપ્લાઈ પર અસર. મુંબઈમાં વડાલા સિટી ગેસ સ્ટેશન પર ગેસ સપ્લાઈ પર અસર. સપ્લાઈ પર અસર થવાથી ઑટો-ટેક્સી પર પડી અસર. MGLનું નિવેદન છે કે ગેસ પાઇપલાઇન ડેમેજથી ગેસ સપ્લાઈમાં બાધા છે. GAILની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ડેમેજ છે. RCF કમ્પાઉન્ડમાં GAILની પાઇપલાઇન ડેમેજ છે. મુંબઈ, થાણે, નવી મુંબઈમાં CNG સ્ટેશન બંધ રહી શકે. ડેમેજ રિપેર કરવાના પ્રયત્નો કર્યા.

IGL

નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુરમાં CNGના પ્રાઈસ વધાર્યા. CNGના પ્રાઈસમાં ₹1/Kgનો વધારો કર્યો. 16 નવેમ્બરથી નવા પ્રાઈસ અમલમાં મુકાયા.

Lupin

US FDA દ્વારા નાગપુર યુનિટ-1ને ક્લિન ચીટ મળી. 10-14 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Alembic Pharma

US FDA પાસેથી Diltiazem Hydrochloride (ડિલ્ટિયાઝેમ હાઇડ્રોક્લોરાઇડ) દવા માટે મંજૂરી મળી. હાઈ બ્લડ પ્રેશર, એન્જીનાની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.

Aurobindo Pharma

રાજસ્થાનના ભીવાડી યુનિટ-IIને US FDA પાસેથી 9 અલોકનો મળ્યા. 3 થી 14 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. એપિટોરિયા ફાર્માના તેલંગાણાના સંગારેડ્ડી API યુનિટને VAI મળ્યું. ઓરોબિન્દો ફાર્માની સબ્સિડરી કંપની છે એપિટોરિયા ફાર્મા.

DR. REDDY’S

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ API યુનિટને ક્લિન ચીટ મળી. US FDA પાસેથી ક્લિન ચીટ મળી. 10 થી 14 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

Maruti Suzuki

39,506 ગ્રાન્ડ Vitara વ્હીકલ રિકોલ કરશે. 9 ડિસેમ્બર 2024 થી 29 એપ્રિલ 2025 સુધી મેન્યુફેક્ચર્ડ ગ્રાન્ડ Vitara રિકોલ કરશે. સ્પીડોમીટરમાં ફ્યુઅલ લેવલ ઇન્ડિકેટરની સમસ્યાને કારણે રિકોલ કરશે.

BEML

APMB, DMRC, અને UTIPL સાથે MoU કર્યા. APMB એટલે કે આંધ્ર પ્રદેશ મેરીટાઇમ બોર્ડ છે. DMRC એટલે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન છે. UTIPL એટલે કે ઉમેન્ડસ ટેક્નોલોજીસ ઈન્ડિયા પ્રા. લિ. છે. રીઅલ ટાઇમ ઓટોમેટિક કાર્ગો ઇવેક્યુએશન સિસ્ટમ માટે MoU કર્યા.

GRSE

આંધ્ર પ્રદેશ સાથે ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ માટે MoU કર્યા.

HINDUSTAN ZINC

બાલેપલયમમાં ટંગસ્ટન અને એસોસિએટેડ મિનરલ બ્લોક માટે બિડર તરીકે જાહેર કર્યા.

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2025 9:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.