Closing Bell – વોલેટાઈલ સેશન બાદ નિફ્ટી 23,400 પર અને સેન્સેક્સ 120 પોઈન્ટ નીચે; રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – વોલેટાઈલ સેશન બાદ નિફ્ટી 23,400 પર અને સેન્સેક્સ 120 પોઈન્ટ નીચે; રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો

ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.09-2.70 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

અપડેટેડ 03:50:09 PM Sep 11, 2026 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.24 ટકાના વધારાની સાથે 56,606.55 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 23400 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 74781 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 120 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 79 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 10 પૈસા તૂટીને 95.55 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 95.44 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.32 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.01 ટકાનો નજીવો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.37 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 120.83 અંક એટલે કે 0.16 ટકાના ઘટાડાની સાથે 74,781.76 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79.70 અંક એટલે કે 0.34 ટકા તૂટીને 23,398.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.09-2.70 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.24 ટકાના વધારાની સાથે 56,606.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, બજાજ ઑટો, અપોલો હોસ્પિટલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ગ્રાસિમ, હિંડાલ્કો અને બજાજ ફિનસર્વ 1.39-1.51 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડિગો, ડો.રેડ્ડીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને એચડીએફસી લાઈફ 0.73-0.57 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં કોચિન શિપયાર્ડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગુજરાત એનર્જી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, વર્હ્લપૂલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રલ 3.42-9.4 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં યસ બેંક, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, પેટીએમ, બ્લૂ સ્ટાર, ગો ડિજિટ અને લોરસ લેબ્સ 1.77-6.16 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં આઈઓએલ કેમિકલ્સ, રત્નવીર, સીએસએલ ફાઈનાન્સ, વીટીએમ, કેનામેટલ અને મનોજ વૈભવ 5.65-7.62 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં અવાફીસ સ્પેસ, રેમન્ડ, ફિલટેક્સ ઈન્ડિયા, આરએસીએલ ગિયરટેક, ટ્રેક્સન ટેક અને એસએમએસ ફાર્મા 11.24-16.93 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 3:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.