Closing Bell – નિફ્ટી 26,000 પર, સેન્સેક્સ 390 પોઈન્ટ ઉપર; ગ્રોવ, નારાયણ હૃદયાલય, ટાટા મોટર્સ પીવી સૌથી વધુ સક્રિય | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 26,000 પર, સેન્સેક્સ 390 પોઈન્ટ ઉપર; ગ્રોવ, નારાયણ હૃદયાલય, ટાટા મોટર્સ પીવી સૌથી વધુ સક્રિય

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.01-1.09 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.76 ટકા વધીને 58,962.70 ના સ્તર પર બંધ થયા છે.

અપડેટેડ 03:53:28 PM Nov 17, 2025 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 11 પૈસા તૂટીને 88.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 88.74 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26000 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 84913 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,024.20 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,988.09 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 11 પૈસા તૂટીને 88.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 88.74 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને 61,180.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.52 ટકા વધારાની સાથે 18,347.60 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 351.18 અંક એટલે કે 0.42% ની મજબૂતીની સાથે 84,913.96 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 102.85 અંક એટલે કે 0.40% ની વધારાની સાથે 26,012.90 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.01-1.09 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.76 ટકા વધીને 58,962.70 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈટરનલ, ટાટા કંઝ્યુમર, મેક્સ હેલ્થ, આઈશર મોટર્સ, મારૂતી સુઝુકી, બજાજ ઑટો, કોટક મહિન્દ્રા બેંક અને અદાણી એન્ટરપ્રાઈઝ 1.10-1.93 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીએમપીવી, અલ્ટ્રાટેક સિમેન્ટ, જિયો ફાઈનાન્સ, એશિયન પેંટ્સ, એચડીએફસી લાઈફ, ઈન્ડિગો, ટાટા સ્ટીલ અને બીઈએલ 0.46-4.74 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં હુડકો, પીબી ફિનટેક, નાયકા, બેંક ઑફ મહારાષ્ટ્ર, યસ બેંક અને પંજાબ એન્ડ સિંધ 2.83-5.80 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એસ્ટ્રલ લિમેટેડ, એમફેસિસ, ઈપ્કા લેબ્સ, લોયડ મેટલ્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જુબિલન્ટ ફૂડ્ઝ અને એજિસ વોપાક 1.84-3.2 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વીએલએસ ફાઈનાન્સ, નારાયણ હૃદયાલય, રિકો ઓટો, આહલુવાલિયા, નિયોજેન અને 5પૈસા કેપિટલ 8.94-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ગેબરિલ ઈન્ડિયા, ડેક્કન સિમેન્ટ્સ, ફિશર મેડિકલ, ડિફ્યુસન એન્જીનિયરિંગ 8.2-12.75 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2025 3:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.