Closing Bell – નિફ્ટી 22,850 ની નીચે, સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટ્યો; IT શેરોમાં ચમક | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 22,850 ની નીચે, સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટ્યો; IT શેરોમાં ચમક

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બીએસઈ, ઈટરનલ, આઈશર મોટર્સ, ટ્રેન્ટ, મારૂતી સુઝુકી અને અદાણી એન્ટરપ્રાઈઝ 2.37-3.27 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ અને પાવર ગ્રિડ 0.72-3.30 ટકા સુધી વધીને બંધ થયા છે.

અપડેટેડ 03:49:58 PM Oct 21, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 46 પૈસા ઉછળીને 94.46 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 94.92 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 22850 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 73709 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 143 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 78 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 46 પૈસા ઉછળીને 94.46 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 94.92 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.55 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.58 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.14 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 143.21 અંક એટલે કે 0.19 ટકાના ઘટાડાની સાથે 73,709.69 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 77.60 અંક એટલે કે 0.34 ટકા તૂટીને 22,811.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.08-1.86 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.92 ટકાના ઘટાડાની સાથે 54,976.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બીએસઈ, ઈટરનલ, આઈશર મોટર્સ, ટ્રેન્ટ, મારૂતી સુઝુકી અને અદાણી એન્ટરપ્રાઈઝ 2.37-3.27 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ અને પાવર ગ્રિડ 0.72-3.30 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં કોચિન સિપયાર્ડ, ઓથમ ઈન્વેસ્ટ, હિંદ કૉપર, ઓલા ઈલેક્ટ્રિક, વિશાલ મેગા માર્ટ અને એપીએલ અપોલો 4.37-4.78 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એલટી ટેક્નોલોજી, હેક્ઝાવેર ટેક, ઈપ્કા લેબ્સ, પરસિસ્ટન્ટ, એમફેસિસ, એનએચપીસી અને કંસાઈ નેરોલેક 1.99-10.33 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ઈમુદ્રા, વન ગ્લોબલ સર્વિસ, ઓસીસીએલ, લિંક, હિમાદ્રી સ્પેશલ, અરહિંત સુપર અને વારી રિન્યૂએબલ 10.06-19.99 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ફ્રેક્ટલ, ઉત્તમ શુગર, શ્રીરામા મલ્ટી અને થોમસ સ્કોટ 5.74-19.95 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.