Eternal Q2 Results: Zomatoની પેરેન્ટ કંપની Eternalનો ધમાકો- નફો 92% વધ્યો, આવક 24,138 કરોડને પાર | Moneycontrol Gujarati
Get App

Eternal Q2 Results: Zomatoની પેરેન્ટ કંપની Eternalનો ધમાકો- નફો 92% વધ્યો, આવક 24,138 કરોડને પાર

ઝોમેટો અને બ્લિંકિટનીપેરેન્ટ કંપની Eternalના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર. નફો 92% વધીને 125 કરોડ થયો. જાણો આવક, ખર્ચ અને શેરના ઘટાડાનું સાચું કારણ.

અપડેટેડ 05:59:31 PM Oct 21, 2026 પર
Story continues below Advertisement
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Eternal કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 92% વધીને 125 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

Eternal Q2 Results: ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટની પેરેન્ટ કંપની Eternal Ltd એ 21 ઓક્ટોબરે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફા અને આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં કંપનીએ પોતાનું નામ Zomato થી બદલીને Eternal કરી દીધું હતું.

નફામાં 92% નો તોતિંગ ઉછાળો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Eternal કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 92% વધીને 125 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીને માત્ર 65 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે અગાઉના જૂન ક્વાર્ટરમાં નફો 92 કરોડ રૂપિયા હતો.

નફો વધવા છતાં શેરમાં કેમ થયો ઘટાડો?

નફામાં આટલો મોટો ઉછાળો હોવા છતાં, પરિણામોના દિવસે કંપનીના શેરમાં 3.5% નો ઘટાડો જોવા મળ્યો અને શેર 308.8 રૂપિયા પર બંધ થયો. આનું મુખ્ય કારણ એ છે કે બજારના નિષ્ણાતોને આ ક્વાર્ટરમાં 250 કરોડ રૂપિયાના નફાની અપેક્ષા હતી. એટલે કે, નફો વધ્યો છે પણ માર્કેટના અંદાજ કરતા ઘણો ઓછો રહ્યો છે.


આવકમાં 78% નો વધારો

કંપનીની કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 78% વધીને 24,138 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ આવક 13,590 કરોડ રૂપિયા હતી, જ્યારે જૂન ક્વાર્ટરમાં તે 20,211 કરોડ રૂપિયા નોંધાઈ હતી.

જોકે, કંપનીએ જણાવ્યું છે કે સમાન આધાર પર તેમની રેવન્યુ ગ્રોથ 58% છે. આ ફેરફારનું કારણ Blinkit નું નવું બિઝનેસ મોડલ છે. ગયા વર્ષે Blinkit એ ઈન્વેન્ટરીની માલિકી પોતાના હાથમાં લેવાનું મોડલ અપનાવ્યું હતું, જેની સીધી અસર આવકની સરખામણી પર પડી છે.

ખર્ચ અને કમાણીનો હિસાબ

EBITDA: કંપનીના રોજિંદા કારોબારની કમાણી દર્શાવતો કન્સોલિડેટેડ એડજસ્ટેડ EBITDA વાર્ષિક ધોરણે 197% ઉછળીને 666 કરોડ રૂપિયા થઈ ગયો છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 20% નો વધારો થયો છે.

કુલ ખર્ચ: ગુરુગ્રામ સ્થિત આ કંપનીની આવક વધી છે, તો સામે ખર્ચ પણ ઝડપથી વધ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 75% વધીને 24,166 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષે આ ખર્ચ 13,813 કરોડ રૂપિયા હતો.

અન્ય કારોબારની સ્થિતિ

Eternal ના અન્ય બિઝનેસ જેમાં Bistro અને Nugget નો સમાવેશ થાય છે, તેમની કામગીરીમાં પણ સુધારો જોવા મળ્યો છે.આ સેગમેન્ટની એડજસ્ટેડ આવક અગાઉના 95 કરોડથી વધીને 132 કરોડ રૂપિયા થઈ ગઈ છે.સારી વાત એ છે કે આ સેગમેન્ટની ખોટ ઘટી છે. જૂન ક્વાર્ટરમાં જે નુકસાન 94 કરોડ રૂપિયા હતું, તે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 91 કરોડ રૂપિયા રહી ગયું છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-Market Outlook: શેરબજારમાં વેચવાલીથી ઘટાડો, 22 ઑક્ટોબરે બજાર માટે કયા સ્તરો રહેશે મહત્ત્વના?

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 5:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.