Closing Bell - નિફ્ટી 25,300 ની નજીક, સેન્સેક્સમાં 510 પોઈન્ટનો ઉછાળો; FMCG સેક્ટરમાં તેજી, જ્યારે ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરોમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Closing Bell - નિફ્ટી 25,300 ની નજીક, સેન્સેક્સમાં 510 પોઈન્ટનો ઉછાળો; FMCG સેક્ટરમાં તેજી, જ્યારે ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરોમાં ઘટાડો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં મેક્સ હેલ્થ, ટાટા કંઝ્યુમર, આઈટીસી, અપોલો હોસ્પિટલ, નેસ્લે ઈન્ડિયા અને ભારતી એરટેલ 2.26-6.63 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીએમપીવી, ટાટા સ્ટીલ, મારૂતી સુઝુકી, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, બીએસઈ અને અદાણી એન્ટરપ્રાઈઝ 1.08-8.70 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:50:24 PM Nov 16, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 31 પૈસા ઉછળીને 93.93 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 94.24 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 82,102 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,337.60 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,311.65 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 31 પૈસા ઉછળીને 93.93 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 94.24 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.51 ટકા ઘટીને 61,576.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.10 ટકા ઘટાડાની સાથે 19,441.10 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 510.40 અંક એટલે કે 0.63% ની મજબૂતીની સાથે 82,102.85 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 146.80 અંક એટલે કે 0.58% ની વધારાની સાથે 25,291.10 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-1.87 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.89 ટકા વધીને 61,575.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં મેક્સ હેલ્થ, ટાટા કંઝ્યુમર, આઈટીસી, અપોલો હોસ્પિટલ, નેસ્લે ઈન્ડિયા અને ભારતી એરટેલ 2.26-6.63 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીએમપીવી, ટાટા સ્ટીલ, મારૂતી સુઝુકી, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, બીએસઈ અને અદાણી એન્ટરપ્રાઈઝ 1.08-8.70 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ફોર્ટિસ હેલ્થકેર, ટાટા કોમ્યુનિકેશન, આઈજીએલ, ગુજરાત ફ્લુરો, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને ભારતી હેક્ઝાકોમ 2.67-4.76 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કેયન્સ ટેક, પ્રિમિયર એન્જીનિયર, લોરસ લેબ્સ, પતંજલિ ફૂડ્ઝ, સેલ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને નાલ્કો 3.64-13.04 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં યાત્રા ઓનલાઈન, મારસન્સ, ટીવીએસ સપ્લાય, બોરોસિલ, આરતી સરફેક્ટ, જિંદાલ વર્લ્ડવાઈડ અને એચઓઈસી 9.59-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડિશમેન કાર્બોજ, પ્રિકોલ, વી2 રિટેલ, ઈન્નોવા કેપટેબ, મહિન્દ્રા લોજિસ્ટિક્સ, ડીસીએમ શ્રીરામ ઈન્ટરનેશનલ અને મુંજાલ ઑટો 10.64-19.98 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2026 3:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.