રિન્યુએબલ કંપનીને NTPC ગ્રીન પાસેથી મળ્યો 2,691 કરોડનો જંગી ઓર્ડર, ગુજરાતના ખાવડામાં લગાવશે બેટરી સ્ટોરેજ સિસ્ટમ | Moneycontrol Gujarati
Get App

રિન્યુએબલ કંપનીને NTPC ગ્રીન પાસેથી મળ્યો 2,691 કરોડનો જંગી ઓર્ડર, ગુજરાતના ખાવડામાં લગાવશે બેટરી સ્ટોરેજ સિસ્ટમ

રિન્યુએબલ એનર્જી કંપની Pace Digitekને સરકારી કંપની NTPC Green Energy પાસેથી ગુજરાતના ખાવડામાં બેટરી સ્ટોરેજ સિસ્ટમ લગાવવા 2,691 કરોડનો ઓર્ડર મળ્યો છે. જાણો વિગત.

અપડેટેડ 06:40:04 PM Nov 16, 2026 પર
Story continues below Advertisement
આ પહેલાં ગત ઓક્ટોબર મહિનામાં પણ Pace Digitek ને દિલ્હીમાં BSES રાજધાની પાવર પાસેથી એક મહત્વનો ઓર્ડર મળ્યો હતો.

NTPC Green Energy Order: રિન્યુએબલ એનર્જી અને એનર્જી સ્ટોરેજ સેક્ટરની જાણીતી કંપની Pace Digitekને સરકારી કંપની NTPC Green Energy પાસેથી 2,691.3 કરોડનો એક મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર મળવાની સાથે જ કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ચર્ચામાં આવી ગઈ છે અને તેના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે.

આ ઓર્ડર હેઠળ કંપની ગુજરાતના કચ્છમાં આવેલા ખાવડા સોલાર પ્લાન્ટ ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરશે. આ કામગીરી NTPCના કુલ 3,300 MWh ક્ષમતા ધરાવતા વિશાળ પ્રોજેક્ટનો એક ભાગ છે. પ્રોજેક્ટ હેઠળ Pace Digitek દ્વારા બે બ્લોક તૈયાર કરવામાં આવશે, જેમાં દરેક બ્લોકની ક્ષમતા 300 MW અને 900 MWh હશે. આમ, બંને બ્લોકની કુલ ક્ષમતા 600 MW અને 1,800 MWh રહેશે.

સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થશે પ્રોજેક્ટ: 15 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી


કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં કંપનીની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ રહેશે.

બેટરી સિસ્ટમની સપ્લાય અને તેનું ઈન્ટિગ્રેશન કરવું. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ કરવાનું કામ.પ્રોજેક્ટને લગતું સિવિલ વર્ક અને આગામી 15 વર્ષ સુધી ઓપરેશન તેમજ મેન્ટેનન્સ સંભાળવાની જવાબદારી પણ આ ઓર્ડરમાં સામેલ છે.

ઓક્ટોબરમાં BSES પાસેથી પણ મળ્યો હતો 179.4 કરોડનો ઓર્ડર

આ પહેલાં ગત ઓક્ટોબર મહિનામાં પણ Pace Digitek ને દિલ્હીમાં BSES રાજધાની પાવર પાસેથી એક મહત્વનો ઓર્ડર મળ્યો હતો.

પ્રોજેક્ટની વિગત: દિલ્હીમાં 57.5 MW / 115 MWh ક્ષમતાનો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ મળ્યો હતો, જેનો અંદાજિત ખર્ચ 179.4 કરોડ છે.

BOOT મોડલ અને કમાણી: આ પ્રોજેક્ટ 12 વર્ષના BOOT મોડલ પર બનશે અને 7 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. તેનાથી કંપનીને વાર્ષિક અંદાજે 27.1 કરોડની આવક થવાનો અંદાજ છે.કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ સાથે તેનો યુટિલિટી-સ્કેલ BOO/BOOT સ્ટોરેજ પોર્ટફોલિયો વધીને 3.32 GWh થઈ જશે.

ઓર્ડરના સમાચાર બાદ શેરમાં 9% થી વધુનો ઉછાળો

મોટો ઓર્ડર મળવાના પગલે શેરબજારમાં Pace Digitek ના શેરમાં ભારે ખરીદારી જોવા મળી હતી. કંપનીનો શેર 9.42% એટલે કે 14.85 વધીને 172.50 ના સ્તરે બંધ થયો હતો. જોકે, છેલ્લા 1 વર્ષના ગાળામાં આ સ્ટોકમાં 19.14%નો ઘટાડો નોંધાયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 3.68 હજાર કરોડ રૂપિયા છે.

શું છે Pace Digitekનો મુખ્ય કારોબાર?

Pace Digitek મુખ્યત્વે એનર્જી અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામ કરે છે. કંપનીના બે મુખ્ય બિઝનેસ સેગમેન્ટ છે.

એનર્જી સેગમેન્ટ : આ કારોબારમાં કંપની બેટરી સ્ટોરેજ સિસ્ટમ, સોલાર પ્રોજેક્ટ્સ અને લિથિયમ-આયન બેટરી સાથે જોડાયેલી સેવાઓ પૂરી પાડે છે.

ટેલિકોમ અને ICT સેગમેન્ટ: ટેલિકોમ કારોબાર હેઠળ કંપની પાવર સિસ્ટમ, મોબાઈલ ટાવર, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તેમજ તેના ઓપરેશન અને મેન્ટેનન્સનું કામકાજ સંભાળે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-PM Surya Ghar Yojana: ગુજરાતમાં હવે માત્ર 5,400માં ઘરની છત પર લાગશે સોલાર પેનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી વધારાની સબસિડી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2026 6:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.