Closing Bell – RBIના દર ઘટાડા પછી સેન્સેક્સ 450 પોઈન્ટ વધીને બંધ થયો, નિફ્ટી 26,200 ની નજીક બંધ થયો; નાણાકીય, ITમાં વધારો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – RBIના દર ઘટાડા પછી સેન્સેક્સ 450 પોઈન્ટ વધીને બંધ થયો, નિફ્ટી 26,200 ની નજીક બંધ થયો; નાણાકીય, ITમાં વધારો

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.13-1.51 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા વધીને 59,777.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, ફાર્મા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:56:05 PM Dec 05, 2025 પર
Story continues below Advertisement
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26200 ની આસપાસ બંધ થયા જ્યારે સેન્સેક્સે 85,712 પર બંધ થયા.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26200 ની આસપાસ બંધ થયા જ્યારે સેન્સેક્સે 85,712 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,202.60 સુધી ઉછળી તો સેન્સેક્સ 85,796.72 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો સપાટ થઈને 89.98 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 89.98 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધીને 60,594.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકા ઘટાડાની સાથે 17,507.75 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 447.05 અંક એટલે કે 0.52% ની મજબૂતીની સાથે 85,712.37 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 152.70 અંક એટલે કે 0.59% ની વધારાની સાથે 26,186.45 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.13-1.51 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા વધીને 59,777.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, ફાર્મા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઈઝ, મારૂતી સુઝુકી, બજાજ ફાઈનાન્સ અને એચસીએલ ટેક 1.60-3.04 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચયુએલ, ઈટરનલ, ઈન્ડિગો, ટ્રેન્ટ, સન ફાર્મા, ટીએમપીવી, ઓએનજીસી, ડૉ.રેડ્ડીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.11-3.34 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઝિ એન્ટરટેન, હિંદ પેટ્રોલિયમ, ઓરબિંદો ફાર્મા, પીબી ફિનટેક અને બેન્ક ઑફ ઈન્ડિયા 2.49-10.00 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મધરસન સુમી, જિંદાલ સ્ટીલ, ઑયલ ઈન્ડિયા, ક્રિસિલ અને રાજેશ એક્સપોર્ટ્સ 3.29-10.51 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં હિકલ, એવરેસ્ટ કેન્ટો, જૈન ઈરિગેશન, મેડપલ્સ હેલ્થ અને નેટવર્ક 18 7.03-11.27 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પનામા પેટ્રો, ઈન્ડો કાઉન્ટ, ભાગીરધ કેમિકલ્સ, ઈન્ડોકો રેમડીઝ અને એવાયએમ સિનટેક્સ 6.82-8.05 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 05, 2025 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.