Closing Bell - સેન્સેક્સ 247 અંક તૂટ્યો, નિફ્ટી 19650 ની નીચે બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 247 અંક તૂટ્યો, નિફ્ટી 19650 ની નીચે બંધ

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ 0.26-0.96 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:48:15 PM Oct 19, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.32 ટકાના ઘટાડાની સાથે 43,749.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19650 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 65629 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 247 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 58 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ શેરોમાં તૂટ્યા અને સ્મૉલકેપ તેજી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.15 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 247.78 અંક એટલે કે 0.38 ટકાના ઘટાડાની સાથે 65629.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 58.90 અંક એટલે કે 0.30 ટકા તૂટીને 19612.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ 0.26-0.96 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.32 ટકાના ઘટાડાની સાથે 43,749.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી, યુપીએલ, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા અને ભારતી એરટેલ 1.06-3.04 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, એલટીઆઈ માઈન્ડટ્રી, હિરોમોટો કૉર્પ, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ડસઈન્ડ બેંક 1.95-6.55 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈજીએલ, એપીએલ અપોલો, આઈઓબી, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિસ અને જીએમઆર એરપોર્ટ્સ 2.77-5.04 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, આદિત્ય બિરલા ફેશન, પરસિસ્ટન્ટ, વેદાંત ફેશન્સ અને લિંડે ઈન્ડિયા 2.15-3.71 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં એસેલ્યા, એમએમટીસી, સોમ ડિસ્ટિલરીઝ, વેન્ડટ (ઈન્ડિયા) અને દિપ ઈન્ડસ્ટ્રીઝ 4.67-10.04 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં રૂસિલ ડેકોર, શક્તિ પંપ્સ, જય કૉર્પ, એનબીસીસી (ઈન્ડિયા) અને વર્ધમાન સ્ટીલ્સ 11.55-20.00 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 19, 2023 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.