Closing Bell - સેન્સેક્સ 551 અંક તૂટ્યો, નિફ્ટી 19700 ની નીચે બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 551 અંક તૂટ્યો, નિફ્ટી 19700 ની નીચે બંધ

બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.42-1.67 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:42:39 PM Oct 18, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.10 ટકા ઘટાડાની સાથે 43,710.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19700 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 65877 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 551 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 143 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.87 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.94 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 551.07 અંક એટલે કે 0.83 ટકાના ઘટાડાની સાથે 65877.02 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 143.80 અંક એટલે કે 0.73 ટકા તૂટીને 19667.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.42-1.67 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.17 ટકાના ઘટાડાની સાથે 43,888.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એચડીએફસી બેંક, રિલાયન્સ, એક્સિસ બેંક અને ટાટા કંઝ્યુમર 1.39-2.95 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને ઓએનજીસી 0.32-3.50 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં બાયોકૉન, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ડિયન બેંક, પિરામલ એન્ટરપ્રાઈઝ અને નિપ્પોન 3.22-6.02 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, સન ટીવી નેટવર્ક, એન્ડયોરન્સ ટેક્નોલોજી, ટાટા એલેક્સી અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 1.58-5.23 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં હુડકો, એમએમટીસી એલટીડી, કેઆઈઓસીએલ, શ્રેયસ શિપિંગ અને આઈટીઆઈ 9.44-10.92 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં આઈએસએલ, સસ્તા સુંદર, ઓથમ ઈન્વેસ્ટ, રેસિસ્ટન્સ અને એવીટી નેચરલ 10.46-17.29 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.