Closing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધ

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ, શ્રીરામ ફાઈનાન્સ, ટાટા કંઝ્યુમર, ટીએમપીવી અને એસબીઆઈ 1.19-5.58 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, જિયો ફાઈનાન્સ, સિપ્લા, હિંડાલ્કો, એશિયન પેંટ્સ, સન ફાર્મા, આઈટીસી, મારૂતી સુઝુકી અને બીઈએલ 1.68-3.76 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 04:05:34 PM Jan 16, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 57 પૈસા તૂટીને 90.87 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 90.30 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25700 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 83,570 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,873.50 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,134.97 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 57 પૈસા તૂટીને 90.87 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 90.30 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા વધીને 59,867.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.28 ટકા ઘટાડાની સાથે 17,362.30 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 187.64 અંક એટલે કે 0.23% ની મજબૂતીની સાથે 83,570.35 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.75 અંક એટલે કે 0.11% ની વધારાની સાથે 25,694.35 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-3.34 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.86 ટકા વધીને 60,095.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ, શ્રીરામ ફાઈનાન્સ, ટાટા કંઝ્યુમર, ટીએમપીવી અને એસબીઆઈ 1.19-5.58 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, જિયો ફાઈનાન્સ, સિપ્લા, હિંડાલ્કો, એશિયન પેંટ્સ, સન ફાર્મા, આઈટીસી, મારૂતી સુઝુકી અને બીઈએલ 1.68-3.76 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં હેક્ઝટ, 360 વન, એચપીસીએલ, એયુબેંક, ઓએફએસએસ અને ફેડરલ બેંક 3.68-9.50 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઓલા ઈલેક્ટ્રિક, એજીસ વોપક, પતંજલી, પાવપ ઈન્ડિયા, જીવીટીડી અને એલટીટીએસ 3.60-7.67 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વોર્ડઈનમોબી, એન્ટલોપસ, સ્ટાયલ બજાર, ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસપીએમલ ઈન્ફ્રા અને એડબ્લ્યૂએચસીએલ 11.87-18.04 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પ્રદીપ, આઈએમએફએ, લેંડમાર્ક, એચબીએલ એન્જીન, ફેડફિનાન્સ અને એએમએએલ 6.73-12.07 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.