મેગીમાં જીવાત મળતા FSSAI ની લાલ આંખ, Nestle Indiaનો શેર 3% તૂટ્યો, Flipkart અને KFCને પણ ફટકારી નોટિસ | Moneycontrol Gujarati
Get App

મેગીમાં જીવાત મળતા FSSAI ની લાલ આંખ, Nestle Indiaનો શેર 3% તૂટ્યો, Flipkart અને KFCને પણ ફટકારી નોટિસ

મેગીમાં જીવાત મળવાની ફરિયાદ બાદ FSSAI એ નેસ્લે ઈન્ડિયાને કડક નોટિસ ફટકારતા કંપનીનો શેર 3% તૂટ્યો છે. સાથે જ સાફ-સફાઈ મામલે Flipkart અને KFC ને પણ નોટિસ અપાઈ છે.

અપડેટેડ 04:08:41 PM Jun 12, 2026 પર
Story continues below Advertisement
માત્ર નેસ્લે જ નહીં, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઓપન સિક્રેટને પણ FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

Nestle India Share Price : જો તમને પણ મેગી ખાવાનો શોખ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. મેગીના પેકેટમાંથી જીવાત નીકળવાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ફરિયાદ બાદ ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ આકરી કાર્યવાહી કરી છે. આ સમાચાર માર્કેટમાં આવતાની સાથે જ શેર બજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

નેસ્લેના શેરમાં ભારે ધોવાણ

મેગી બનાવતી કંપની નેસ્લે ઇન્ડિયાને FSSAIની નોટિસ મળતા જ શુક્રવારે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. બપોરે 2.45 વાગ્યાની આસપાસ કંપનીનો શેર 43.40 રૂપિયા (લગભગ 3.05 ટકા) ના ભારે ઘટાડા સાથે 1378 રૂપિયાની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો. શેરમાં સતત વેચવાલી જોવા મળી રહી છે.

FSSAI એ નોટિસમાં નેસ્લે પાસે શું માંગ્યું?

ફૂડ સેફ્ટી વિભાગે નેસ્લે કંપની પાસે તાત્કાલિક ધોરણે નીચે મુજબના ખુલાસા માંગ્યા છે.


ખામીયુક્ત મેગીના બેચ અને તેના સપ્લાયરની સંપૂર્ણ માહિતી

કંપનીના ઇન્ટરનલ ક્વોલિટી ચેકનો રિપોર્ટ

ખરાબ પ્રોડક્ટ્સને બજાર અને સપ્લાય ચેઈનમાંથી પાછી ખેંચવા માટે લીધેલા પગલાંની વિગત

ભવિષ્યમાં ગ્રાહકો સાથે આવું ન થાય તે માટે લેવાનાર સાવચેતીના પગલાં

Flipkart India અને Open Secret પણ રડાર પર

માત્ર નેસ્લે જ નહીં, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઓપન સિક્રેટને પણ FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાહકોની ફરિયાદ હતી કે ફ્લિપકાર્ટ મિનિટ્સ દ્વારા ડિલિવર કરવામાં આવેલા ઓપન સિક્રેટ અન-જંક્ડ ડેટ્સમાં જીવાત મળી આવી હતી. આ મામલે પણ કંપનીઓ પાસે ક્વોલિટી ચેક લોગ અને ખામી સુધારવા લીધેલા પગલાંનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

KFC ના આઉટલેટ પર ગંદકી, મળી નોટિસ

સાફ-સફાઈના મામલે જાણીતી ફાસ્ટ ફૂડ ચેઈન KFC સામે પણ આકરા પગલાં લેવાયા છે. આંધ્રપ્રદેશના એલુરુમાં આવેલા MVR મોલના KFC આઉટલેટ પર ગંદકી અને સાફ-સફાઈના અભાવ અંગે FSSAI એ નોટિસ આપી છે. સંચાલકો પાસે ફૂડ હેન્ડલિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, પેસ્ટ કંટ્રોલ અને કર્મચારીઓની સ્વચ્છતા અંગે રિપોર્ટ સાથે સાબિતી માંગવામાં આવી છે.

આ પણ વાંચો-Share Market Rally: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1700 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23600ને પાર, જાણો માર્કેટ રોકેટ બનવાના 5 મોટા કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2026 4:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.