માર્કેટમાં હાહાકાર હોવા છતાં, કોલ ઇન્ડિયાના શેરમાં 0.32% નો વધારો જોવા મળ્યો હતો અને તે BSE પર 445.15 ના મજબૂત ભાવે બંધ થયો હતો.
Coal India: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની દિગ્ગજ પીએસયુ (PSU) કોલ માઇનિંગ કંપની કોલ ઇન્ડિયાને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. મંગળવારે મહાવીર જયંતીના કારણે શેરબજાર બંધ રહેશે, તેથી સોમવાર, 30 માર્ચ આ નાણાકીય વર્ષનો છેલ્લો ટ્રેડિંગ દિવસ હશે. આ દિવસે રોકાણકારોની નજર કોલ ઇન્ડિયાના શેર પર ટકેલી રહેશે, કારણ કે કંપનીને 1057 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો છે.
કોલ ઇન્ડિયાને કયો પ્રોજેક્ટ મળ્યો છે?
એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી મુજબ, કોલ ઇન્ડિયાને તેલંગાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ તરફથી BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) પ્રોજેક્ટ સેટઅપ કરવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેલંગાણાના ચૌટુપ્પલમાં એક મોટો પ્લાન્ટ વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટની મુખ્ય બાબતો
આ મોટા પ્રોજેક્ટની અંદાજિત કિંમત 1,057.09 કરોડ રાખવામાં આવી છે.
અહીં 750 MWh (ચાર કલાક માટે 187.5 MW) ક્ષમતાનો BESS પ્લાન્ટ બનાવવામાં આવશે.
કંપનીએ 15 દિવસની અંદર બેન્ક ગેરંટી અને અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે, ત્યારબાદ ફાઇનલ એગ્રીમેન્ટ પર સત્તાવાર સહી થશે.
શેરબજારમાં કોલ ઇન્ડિયાના શેરની સ્થિતિ
શુક્રવારે, 27 માર્ચે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 અને સેન્સેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. આમ માર્કેટમાં હાહાકાર હોવા છતાં, કોલ ઇન્ડિયાના શેરમાં 0.32% નો વધારો જોવા મળ્યો હતો અને તે BSE પર 445.15 ના મજબૂત ભાવે બંધ થયો હતો. આ નાણાકીય વર્ષ 2026 માં અત્યાર સુધીમાં આ શેરમાં 12% જેટલી મજબૂતી જોવા મળી છે.
છેલ્લા 1 વર્ષમાં શેરનું શાનદાર પ્રદર્શન
જો કંપનીના શેરના છેલ્લા એક વર્ષના ઇતિહાસની વાત કરીએ તો, 7 એપ્રિલ 2025 ના રોજ આ શેર 350.15 ના ભાવ પર હતો, જે તેનું 1 વર્ષનું સૌથી નીચલું સ્તર હતું. આ નિચલા સ્તરેથી માત્ર 11 મહિનામાં શેરમાં 35.93% નો શાનદાર ઉછાળો આવ્યો અને 13 માર્ચ 2026 ના રોજ તેણે 475.95 ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી દીધી. નવા પ્રોજેક્ટના સમાચાર બાદ હવે 30 માર્ચે માર્કેટ ખુલતા જ આ શેરમાં ભારે એક્શન જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.