South Korea Market Crash: દક્ષિણ કોરિયાના શેરબજારમાં હાહાકાર, સતત બીજા દિવસે મોટો કડાકો, 2 દિવસમાં બજાર 21% તૂટ્યું | Moneycontrol Gujarati
Get App

South Korea Market Crash: દક્ષિણ કોરિયાના શેરબજારમાં હાહાકાર, સતત બીજા દિવસે મોટો કડાકો, 2 દિવસમાં બજાર 21% તૂટ્યું

દક્ષિણ કોરિયાના શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો નોંધાયો છે. 2 દિવસમાં બજાર 21% તૂટ્યું. SK Hynix અને સેમસંગના શેરો ધડામ થયા. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 01:19:14 PM Jul 29, 2026 પર
Story continues below Advertisement
9 જુલાઈના રોજ કારોબારની શરૂઆતમાં કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી મજબૂતી સાથે ખુલ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ ભારે વેચવાલીના દબાણને કારણે તે લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો.

South Korea Market Crash: જો તમે ગ્લોબલ શેરબજાર પર નજર રાખો છો, તો દક્ષિણ કોરિયાથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાના શેરબજારમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે બજાર 2 દિવસમાં 21 ટકા જેટલું ક્રેશ થઈ ગયું છે.

29 જુલાઈના રોજ કારોબારની શરૂઆતમાં કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી મજબૂતી સાથે ખુલ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ ભારે વેચવાલીના દબાણને કારણે તે લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો. એક સમયે તો તેમાં 10 ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો.

કોસ્પીની લેટેસ્ટ સ્થિતિ

દક્ષિણ કોરિયાના સમય મુજબ બપોરે 3:10 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 12:00 વાગ્યે) કોસ્પી ઇન્ડેક્સ 8 ટકાના કડાકા સાથે 5,541 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. (નોંધનીય છે કે ભારત અને દક્ષિણ કોરિયાના સમયમાં 3:30 કલાકનો તફાવત છે.)

કડાકા પાછળનું મુખ્ય કારણ શું છે?


કોરિયન માર્કેટમાં આવેલા આ ભૂકંપ પાછળનું મુખ્ય કારણ ચિપ બનાવતી દિગ્ગજ કંપની એસકે હાઇનિક્સના પરિણામો છે.

જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 557 ટકા વધ્યો હોવા છતાં, તે બજારની અપેક્ષાઓ કરતા ઘણો ઓછો રહ્યો. બજાર આ પરિણામોથી નાખુશ છે. પરિણામે 29 જુલાઈએ SK Hynix નો શેર એક સમયે 15 ટકા સુધી તૂટી ગયો હતો અને કારોબાર પૂરો થવાની થોડી વાર પહેલા તે 9.55 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આની સીધી અસર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના શેરો પર પણ પડી, જે એક સમયે 8 ટકા સુધી ગગડી ગયો હતો. નોંધનીય છે કે કોરિયન બજારના મુખ્ય ઇન્ડેક્સ કોસ્પીમાં માત્ર આ બે કંપનીઓની હિસ્સેદારી લગભગ 60 ટકા જેટલી છે. તેથી આ બંને શેરો તૂટતા આખું બજાર ધડામ થઈ ગયું. અગાઉ 28 જુલાઈએ પણ આ બંને શેરોમાં મોટો કડાકો બોલ્યો હતો.

1 મહિનામાં બજાર 35% તૂટ્યું છતાં 1 વર્ષનું રિટર્ન સૌથી વધુ

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો કોસ્પી ઇન્ડેક્સ આસમાનથી સીધો જમીન પર આવી ગયો છે. 1 મહિનામાં તેમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચિપ બનાવતી કંપનીઓમાંથી હવે રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે.

આટલા મોટા કડાકા છતાં, છેલ્લા એક વર્ષમાં દુનિયાભરમાં સૌથી વધુ રિટર્ન આપનાર બજાર કોરિયાનું જ છે. કોસ્પીનું એક વર્ષનું રિટર્ન 71 ટકાથી વધુ છે. આ તેજી પાછળ ગ્લોબલ રોકાણકારોની જંગી ખરીદી જવાબદાર હતી.

મિડકેપ અને સ્મોલકેપમાં પણ લાગી બ્રેક

કોરિયામાં માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના ઇન્ડેક્સ કોસ્ડેકમાં પણ 29 જુલાઈએ ભયંકર કડાકો આવ્યો. એક સમયે આ ઇન્ડેક્સ 8 ટકા સુધી ક્રેશ થઈ ગયો હતો, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બજારમાં 20 મિનિટ માટે ટ્રેડિંગ રોકી દેવું પડ્યું હતું.

ભારતીય શેરબજારમાં જોવા મળી શાનદાર તેજી

કોરિયાના બજારથી વિપરીત 29 જુલાઈએ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સારી ખરીદીના કારણે બપોરે 12:30 વાગ્યાની આસપાસ,,નિફ્ટી 0.98 ટકા (235 પોઈન્ટ) ઉછળીને 24,221 પર ટ્રેડ કરી રહ્યો હતો.સેન્સેક્સ 1.06 ટકા (810 પોઈન્ટ) ના મોટા ઉછાળા સાથે 77,579 પર પહોંચી ગયો હતો. બેંક નિફ્ટીમાં પણ 0.80 ટકાની તેજી જોવા મળી હતી.

જોકે, આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ભારતીય બજારોનું ઓવરઓલ રિટર્ન નેગેટિવ રહ્યું છે.

આ પણ વાંચો-IT Stocks: શેરબજારમાં IT શેરોની ધૂમ, Infosys અને TCS 3% ઉછળ્યા, જાણો સેક્ટરમાં આવેલી આ શાનદાર તેજીનું કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 29, 2026 1:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.