F&O Manual: 19400 ના સ્તર પર ભારી કૉલ અને પુટ રાઈટિંગ દેખાયુ, જાણો શું કહી રહ્યા છે ઑપ્શનના આંકડા
ઓપ્શન આંકડા દર્શાવે છે કે હેવી કોલ અને પુટ રાઇટિંગ બંને 19400ના સ્તરની નજીક જોવા મળી રહ્યા છે જેના કારણે નિફ્ટી 19400ના સ્તર તરફ સંઘર્ષ કરી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે ડાઉનસાઇડ પર, 19300 અને 19150 નિફ્ટી માટે મજબૂત સપોર્ટ છે.
F&O Manual: બજારના જાણકારોની સલાહ છે કે બજારની ભાવિ દિશાનો ખ્યાલ મેળવવા માટે વૈશ્વિક બજારો પર નજર રાખવી જોઈએ.
F&O Manual: બજારની શરૂઆત આજે ફ્લેટની સાથે થઈ હતી. બજાર પર મિશ્ર એશિયાઈ બજારો અને સુસ્ત અમેરિકી ઈંડેક્સની અસર જોવાને મળી હતી. પરંતુ કારોબારી દિવસની આગળ વધવાની સાથે જ બજારમાં તેજી આવતી દેખાણી અને તે 19400 ના ઝોનમાં જતા દેખાયા. આજના કારોબારમાં ફાર્મા અને આઈટીને છોડીને બધા સેક્ટોરલ ઈંડેક્સ લાલ નિશાનમાં દેખાય રહ્યા છે.
બપોરે 3:20 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 16 અંક એટલે કે 0.03 ટકાના વધારાની સાથે 65232.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 2.10 અંક એટલે કે 0.01 ટકાના ઘટાડાની સાથે 19400 ની નીચે કારોબાર કરતી હતી. તો બેંક નિફ્ટી 0.5 ટકા વધીને 44,024.65 ના સ્તર પર કારોબાર કરતી જોવા મળી. લગભગ 2098 શેરોમાં વધારો જોવાને મળી રહ્યો છે. જ્યારે 976 શેર ઘટ્યા છે. જ્યારે 106 શેરોમાં કોઈ બદલાવ નથી થયો.
શું કહી રહ્યા છે ઓપ્શનના આંકડા
ઓપ્શન આંકડા દર્શાવે છે કે હેવી કોલ અને પુટ રાઇટિંગ બંને 19400ના સ્તરની નજીક જોવા મળી રહ્યા છે જેના કારણે નિફ્ટી 19400ના સ્તર તરફ સંઘર્ષ કરી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે ડાઉનસાઇડ પર, 19300 અને 19150 નિફ્ટી માટે મજબૂત સપોર્ટ છે. જ્યારે 19426 ની ઉપર બંધ થવાથી નિફ્ટીમાં નવા લોંગ શરૂઆત થઈ શકે છે.
ટેક્નિકલ રીતે કહીએ તો, ચાર્ટ સ્ટ્રક્ચરમાં કોઈ ખાસ ફેરફાર નથી કારણ કે ઈન્ડેક્સ 20 DEMA અને 50 DEMA ના કોન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. એન્જલ વનના ઓશો ક્રિષ્નાએ જણાવ્યું હતું કે વ્યાપક આધારિત ખરીદીના પગલે બજારના સેન્ટિમેન્ટમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આ સાથે, સપોર્ટ ઝોનમાં રહીને તાકાત દર્શાવવાથી પણ બજારનો મૂડ સુધર્યો છે. મહત્વપૂર્ણ સ્તરો વિશે વાત કરીએ તો, નિફ્ટી માટે 19300-19250 (50 DEMA) અને પછી 19230-19200 પર સપોર્ટ છે. અને ઉપર તરફ, 19480-19500 પર પ્રતિકાર દેખાય છે. આ અવરોધ પાર કર્યા પછી જ નિફ્ટીમાં નવી તેજી આવી શકે છે.
બજારના જાણકારોની સલાહ છે કે બજારની ભાવિ દિશાનો ખ્યાલ મેળવવા માટે વૈશ્વિક બજારો પર નજર રાખવી જોઈએ. આ સમયે, ફક્ત પસંદગીના શેરો પર સટ્ટાબાજીની વ્યૂહરચના અપનાવવી જોઈએ. વ્યક્તિગત શેરો પર નજર કરીએ તો ટાટકૉમ, એચડીએફસી એએમસી અને આઈડીયામાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો છે. જ્યારે ફાર્મા શેરોમાં ઝાયડસ, ગ્લેનમાર્ક અને ઓરોફાર્મામાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.