F&O Manual| એક્સપાયરીના દિવસે નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર, નિફ્ટી 19300 ની આસપાસ
F&O Manual| ઓપ્શન ડેટા 19350 અને 19400 પર ભારી કૉલ રાઈટિંગની સાથે સૂચવે છે. આઈટી, ઓટો અને મેટલ ઈન્ડેક્સ 0.3-0.7 ટકા વધ્યા હતા, જ્યારે બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.
F&O Manual| આઈટી, ઓટો અને મેટલ ઈન્ડેક્સ 0.3-0.7 ટકા વધ્યા હતા, જ્યારે બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.
F&O Manual| ભારતીય બેંચમાર્ક ઈંડેક્સોએ દિવસની શરૂઆત પોઝિટિવ વલણની સાથે કરી, પરંતુ દિવસના વધવાની સાથે વધારો યથાવત રાખાવામાં નિષ્ફળ રહી, કારણ કે ઓગસ્ટની એક્સપાયરીથી વોલેટિલિટી દેખાય રહી છે. ચીનની આર્થિક સ્થિતિના કારણે નબળા વૈશ્વિક સંકેતોના એસ્ટીમેન્ટ પર અસર પડી છે.
બપોર 01:57 વાગ્યે સેન્સેક્સ 106 અંક એટલે કે 0.16 ટકાના ઘટાડાની સાથે 64980.30 પર અને નિફ્ટી 46.30 અંક એટલે કે 0.24 ટકાના નબળાઈની સાથે 19301.20 પર દેખાય રહ્યા હતા. આ સમય સુધી લગભગ 1,672 શેરમાં તેજી આવી છે. 1,387 શેરમાં ઘટાડો આવ્યો છે. જ્યારે, 97 શેરો સ્થિર રહ્યા છે.
જાણો ઓપ્શન ડેટા શું કહી રહ્યા છે
ટેકનિકલ પાસા જોઈએ તો ઓપ્શન ડેટા 19350 અને 19400 પર ભારી કૉલ રાઈટિંગની સાથે સૂચવે છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે પોઝિટિવ શરૂઆતની બાવજૂદ, કિંમતો ઉપરની ગતિ જાળવવા માટે સંઘર્ષ કરી રહી હતી અને તાજેતરના ટ્રેડિંગ રેન્જમાં પાછા ફરવાની અને અદભૂત તબક્કા સાથે ચાલુ રહેવાની અપેક્ષા હતી.
ICICI Securities ના મુજબ, "નિફ્ટીના હાઈ લેવલને પ્રતિકારનો સામનો કરવાની આશા છે કારણ કે 19400 અને 19500 સ્ટ્રાઇકમાં પર્યાપ્ત કૉલ રાઈટિંગ જોવા મળી છે. નેગેટિવ સાઈડ પર જોઈએ તો, 19250 ની નજીત સિરિઝ નિમ્ન સ્તરના રૂપમાં સપોર્ટ કરવાની આશા છે."
બેંક નિફ્ટીને પણ મંદડિયાની ઉગ્રતાનો સામનો કરવો પડ્યો. નિષ્ણાંતોના મુજબ, ઈંડેક્સ માટે ઈમિડિએટ સપોર્ટ 44100 પર છે અને જો તે તૂટશે તો બેંક નિફ્ટી 200 અંક વધુ ઘટીને 43900 પર પહોંચી શકે છે, જ્યાં તેના 100- ડે એક્સપોનેંશિયલ મૂવિંગ એવરેજ (DEMA) રાખવામાં આવી છે.
આઈટી, ઓટો અને મેટલ ઈન્ડેક્સ 0.3-0.7 ટકા વધ્યા હતા, જ્યારે બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.
કોફોર્જ, એમસીએક્સ અને પર્સિસ્ટન્ટમાં લૉન્ગ બિલ્ડઅપ
અલગ-અલગ સ્ટૉક્સ પર નજર કરીએ તો આજના કારોબારમાં કોફોર્જ, એમસીએક્સ અને પર્સિસ્ટન્ટમાં લૉન્ગ બિલ્ડ-અપ જોવાને મળ્યુ છે. લૉન્ગ બિલ્ડ-અપ ત્યારે થાય છે જ્યારે શેરની કિંમત અને ઓપન ઈંટરેસ્ટ એક સાથે વધે છે. તે એક પૉઝિટિવ સંકેત છે.
અદાણી પોર્ટ્સ, ટોરેન્ટફાર્મા અને એચડીએફસી એએમસીમાં શૉર્ટ બિલ્ડ-અપ
અદાણી પોર્ટ્સ, ટોરેન્ટફાર્મા અને એચડીએફસી એએમસીમાં શૉર્ટ બિલ્ડ-અપ જોવાને મળ્યા છે. શૉર્ટ બિલ્ડ-અપ ત્યારે થાય છે જ્યારે ઓપન ઈંટરેસ્ટ વધે છે પરંતુ સ્ટૉકની કિંમતમાં ઘટાડો આવે છે. આ શેરોમાં ઘટાડા જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.