FPIએ ભારતીય બજાર પર વિશ્વાસ કર્યો વ્યક્ત, મે મહિનામાં 4 ટ્રેડિંગ સેશનમાં મૂક્યા રુપિયા 10850 કરોડ - FPI expressed confidence in Indian market, put Rs 10850 crore in 4 trading sessions in May | Moneycontrol Gujarati
Get App

FPIએ ભારતીય બજાર પર વિશ્વાસ કર્યો વ્યક્ત, મે મહિનામાં 4 ટ્રેડિંગ સેશનમાં મૂક્યા રુપિયા 10850 કરોડ

વિદેશી રોકાણકારો દ્વારા આ રોકાણ દેશના સ્થિર મેક્રો-ઇકોનોમિક વાતાવરણ, મજબૂત GST કલેક્શનના આંકડા અને કંપનીઓના અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે આવ્યું છે. અગાઉ એપ્રિલમાં એફપીઆઈએ શેરમાં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડ મૂક્યા હતા.

અપડેટેડ 05:59:51 PM May 07, 2023 પર
Story continues below Advertisement
ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ 2 થી 5 મેના ચાર ટ્રેડિંગ સેશનમાં ભારતીય ઇક્વિટીમાં ચોખ્ખા રૂપિયા 10,850 કરોડનું રોકાણ કર્યું છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરબજારમાં વિશ્વાસ જગાવ્યો છે અને મે મહિનામાં અત્યાર સુધી ચોખ્ખા ખરીદદારો રહ્યા છે. FPIs એ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં શેરબજારોમાં રૂ. 10,850 કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા આ રોકાણ દેશના સ્થિર મેક્રો-ઇકોનોમિક વાતાવરણ, મજબૂત GST કલેક્શનના આંકડા અને કંપનીઓના અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે આવ્યું છે. અગાઉ, FPIsએ એપ્રિલમાં સ્ટોક્સમાં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.

શું કહે છે નિષ્ણાતો

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, આગળ જતાં, રૂપિયો મજબૂત થવાથી અને ચોથા ક્વાર્ટરના સારા પરિણામો ભારતમાં મૂડી પ્રવાહમાં વધારો કરવામાં મદદ કરશે.


હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, "દેશના સ્થિર મેક્રો-ઈકોનોમિક વાતાવરણ, મજબૂત GST કલેક્શનના આંકડા અને કંપનીઓના અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામોને કારણે FPIs ભારતીય બજારમાં રોકાણ કરી રહ્યા છે." આ સમયગાળા દરમિયાન FPIs એ ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 2460 કરોડ ઉપાડી લીધા છે.

GQG પાર્ટનર્સે માર્ચમાં રોકાણ કર્યું હતું

ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ 2 થી 5 મેના ચાર ટ્રેડિંગ સેશનમાં ભારતીય ઇક્વિટીમાં ચોખ્ખા રૂ. 10,850 કરોડનું રોકાણ કર્યું છે. માર્ચમાં, FPI રોકાણ મુખ્યત્વે યુએસના GQG પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરવામાં આવ્યું હતું. જો અદાણી ગ્રૂપની કંપનીઓને મળેલું રોકાણ દૂર કરવામાં આવે તો માર્ચમાં FPI રોકાણ નેગેટિવ થઈ જશે.

MoneyControl News

MoneyControl News

First Published: May 07, 2023 5:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.