ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે પણ બજારમાં દબાણના સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ નીચે કારોબાર કરતા દેખાય રહ્યો છે. જ્યારે એશિયન માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજાર અડધા ટકા ઘટીને બંધ થયા હતા. સતત ત્રીજા દિવસે ડાઓ જોન્સ લાલ નિશાનમા બંધ થયો. સતત બીજા દિવસે નાસ્ડેક અને S&P500 ઘટીને બંધ થયા.
10 વર્ષિય US યીલ્ડ 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. અમેરિકામાં રિટેલ વેચાણ વધતા યીલ્ડમાં તેજી દેખાણી. ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરના નિવેદનથી ભાવ વધ્યા. ક્રિસ્ટોફર વૉલરે કહ્યુ કે દરોમાં મોટા કાપની જરૂર નથી.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 180.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.45 ટકાના ઘટાડાની સાથે 35,637.01 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.22 ટકા વધીને 17,198.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.10 ટકા મજબૂતીની સાથે 15,292.03 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.36 ટકા તેજીની સાથે 2,444.61 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 41.42 અંક એટલે કે 1.46 ટકા લપસીને 2,792.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.