Global Market: US સહિત સમગ્ર દુનિયામાં બોન્ડ યીલ્ડ વધવાથી બજારોમાં ચિંતા, એશિયન માર્કેટમાં 1 ટકાની નરમાશ | Moneycontrol Gujarati
Get App

Global Market: US સહિત સમગ્ર દુનિયામાં બોન્ડ યીલ્ડ વધવાથી બજારોમાં ચિંતા, એશિયન માર્કેટમાં 1 ટકાની નરમાશ

ગઈકાલે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સમાં લગભગ 400 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો, તો નાસ્ડેક અને S&P 500માં 1 ટકાથી વધુની નરમાશ દેખાઈ રહી છે.

અપડેટેડ 08:46:15 AM Oct 04, 2023 પર
Story continues below Advertisement
Global Market: ઉલ્લેખનિય છે કે US બોન્ડ યીલ્ડ 16 વર્ષના ઉપલા સ્તરે યથાવત્ રહેવાના કારણે માર્કેટના સેન્ટીમેન્ટ બગડ્યા છે.

US સહિત સમગ્ર દુનિયામાં બોન્ડ યીલ્ડ વધવાથી બજારોમાં ચિંતા દેખાય રહી છે. એશિયન માર્કેટમાં 1 ટકાની નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ લગભગ દોઢ સો પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહી છે. અમેરિકી બજાર પણ દોઢ ટકા તૂટ્યા, ડાઓમાં નોંધાયો સવા 400 પોઇન્ટ્સનો ઘટાડો.

ગઈકાલે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સમાં લગભગ 400 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો, તો નાસ્ડેક અને S&P 500માં 1 ટકાથી વધુની નરમાશ દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે US બોન્ડ યીલ્ડ 16 વર્ષના ઉપલા સ્તરે યથાવત્ રહેવાના કારણે માર્કેટના સેન્ટીમેન્ટ બગડ્યા છે.

US માં નોકરીઓ વધી


ઓગસ્ટ 2023 માં 6.90 લાખ નોકરીઓ વધી છે. ઓગસ્ટમાં 96.10 લાખ લોકોની નોકરી મળી. બજારને 88 લાખ નોકરીઓની આશા હતી.

દરો પર કેથરીન એલ માન

બેંક ઑફ ઈંગ્લેંડ દર ઊંચી રાખી શકે છે. લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચી રહી શકે છે. વ્યાજ દરોમાં આગળ પણ વધારાની સંભાવના છે. BoE માં પૉલિસી મેકર કેથરીન એલ માનનું કહેવુ છે કે મોંઘવારીની વિરૂદ્ઘ દર વધારવા જરૂરી છે.

US ઈકોનોમિક ઑપ્ટિમિઝ્મ ઈંડેક્સ

ઑક્ટોબરમાં ઈકોનૉમિક ઑપ્ટિમિઝ્મ ઈંડેક્સ (EOI) ઘટીને 36.3 પર પહોંચી. જ્યારે સપ્ટેમ્બરમાં EOI 43.2 ના સ્તર પર હતી. બજારને 41.6 ના સ્તરની ઉમ્મીદ હતી.

રિકવરી મોડમાં ક્રૂડ

બ્રેંટના ભાવ 91 ડૉલરની પાર નિકળ્યા છે. જ્યારે WTI ના ભાવ 89 ડૉલરની પાર નિકળ્યા છે. કાલે બ્રેંટ $90 ની નીચે લપસ્યા હતા.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 18.50 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 1.99 ટકાના ઘટાડાની સાથે 30,620.44 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.42 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.14 ટકા ઘટીને 16,267.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.66 ટકાના ઘટાડાની સાથે 17,217.69 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.21 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 04, 2023 8:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.