Global Market: ફરી વધ્યુ વેસ્ટ એશિયા સંકટ. અમેરિકાની એરસ્ટ્રાઇકના જવાબમાં ઈરાનનો પલટવાર. જોર્ડન, કુવૈત, બેહરીનમાં અમેરિકી સેના ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇન અને ડ્રોનથી જોરદાર હુમલો. સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બોલ્યા- અમેરિકાને ભણાવશુ ન ભુલી શકે તેવો પાઠ.. ટ્રમ્પનુ નિવેદન- ઈરાને જવાબી કાર્યવાહી કરી તો થશે મોટા હુમલા.
આ વચ્ચે ગ્લોબલ માર્કેટમાં નર્વસનેસ. અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. નિક્કઈ, કોસ્પી અઢી ટકાથી વધુ નીચે છે. ગિફ્ટ નિફ્ટી 80 અંક નીચે છે.
US સૈન્યએ ઈરાનમાં નવા હુમલા કર્યા. સ્ટ્રેટની આસપાસના સૈન્ય થાણાઓ પર હુમલા થયા. CENTCOM એ કહ્યું સ્ટ્રેટમાં IRGCના હુમલા બાદ કાર્યવાહી કરી IRGCએ કમર્શિયલ જહાજો પર હુમલા કર્યા હતા. અમેરિકાના સૈનિકો પર હમુલાનો પ્રયત્ન કર્યો હતો.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 39.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.64 ટકા નબળાઈની સાથે 64,465.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.01 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.37 ટકા ઘટીને 46,313 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.20 ટકાના ઘટાડાની સાથે 25,028 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.20 ટકા તૂટીને 6,617.55 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 33.77 અંક એટલે કે 0.85 ટકા લપસીને 3,946.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.