Shaily Engineering Plasticsના શેરમાં 5%થી વધુની તેજી જોવા મળી હતી. Sandozને કેનેડામાં ત્રણ અલગ-અલગ ડોઝમાં Generic Semaglutide પેન લોન્ચ કરવાની મંજૂરી મળ્યા બાદ શેરમાં ખરીદી વધી. Shaily Engineeringની Sandoz સાથે પહેલેથી ભાગીદારી છે અને કંપની પેન ઇન્જેક્ટર્સ બનાવે છે. કંપનીએ FY27 માટે આશરે 3.67 કરોડ પેન ઇન્જેક્ટર્સનું ગાઇડન્સ આપ્યું છે અને વાર્ષિક 7.5 કરોડ પેનની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. UBSએ શેર પર ‘Buy’ રેટિંગ જાળવી ₹4,500નો ટાર્ગેટ આપ્યો છે.
Shaily Engineering Share Price: શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. NSE પર શેર લગભગ ₹3,321ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને તેમાં ₹170.20 એટલે કે 5.40%નો વધારો જોવા મળ્યો હતો. શેરનો ઇન્ટ્રાડે હાઈ ₹3,400 રહ્યો છે, જ્યારે તેનો 52 વીક હાઈ ₹3,615.20 છે. સ્ટોકમાં લગભગ 6.99 લાખ શેરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું.
સૅન્ડોઝને મળેલી મંજૂરીથી શેરમાં તેજી
શૈલી એન્જિનિયરિંગના શેરમાં તેજી પાછળનું મુખ્ય કારણ સેન્ડોઝને કેનેડામાં જેનરિક સેમગ્લુટાઈડ લોન્ચ કરવાની મંજૂરી મળવી છે. સૅન્ડોઝ એવી શરૂઆતની કંપનીઓમાં સામેલ છે, જેને કેનેડામાં સેમગ્લ્યુટાઈડ માટે મંજૂરી મળી છે.
સૅન્ડોઝે જણાવ્યું છે કે તે કેનેડામાં પેન ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ ડોઝ સાથે જેનરિક સેમગલ્યુટાઈડ લોન્ચ કરશે. આ સમાચાર શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે કંપનીની Sandoz સાથે પહેલેથી જ પાર્ટનરશિપ છે અને શૈલી એન્જિનિયરિંગ પેન ઇન્જેક્ટર્સ બનાવે છે.
આ કારણે કંપનીને નવા ઓર્ડર મળવાની સંભાવના વધી શકે છે. કંપનીએ FY27 માટે 3.67 કરોડ પેન ઇન્જેક્ટર્સના વોલ્યુમનું ગાઇડન્સ આપ્યું છે.
પેન ઇન્જેક્ટર્સ બિઝનેસ પર ફોકસ
શૈલી એન્જિનિયરિંગનો કેનેડાના પેન માર્કેટમાં પહેલેથી જ મજબૂત માર્કેટ શેર છે. કંપની સતત પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પણ ધ્યાન આપી રહી છે. કંપનીનું નજીકના ગાળાનું લક્ષ્ય દર વર્ષે 7.5 કરોડ પેન ઇન્જેક્ટર્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા હાંસલ કરવાનું છે. કંપની આ ક્ષમતા આ વર્ષના અંત સુધીમાં હાંસલ કરી શકે છે.
કંપની માટે તેનો હેલ્થકેર વર્ટિકલ મહત્વપૂર્ણ ગ્રોથ ટ્રિગર છે. હાલમાં કંપનીના કુલ રેવન્યુમાં હેલ્થકેર સેગમેન્ટનો હિસ્સો લગભગ 40% છે. પેન ઇન્જેક્ટર્સના બિઝનેસને વધારવા માટે કંપની ભારતીય તેમજ વૈશ્વિક ફાર્મા કંપનીઓ સાથે સતત ભાગીદારી કરી રહી છે.
શૈલી એન્જિનિયરિંગ પર યુબીએસનું શું કહેવું છે?
આ પરિબળોને ધ્યાનમાં રાખીને યુબીએસએ શૈલી એન્જિનિયરિંગ પર ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ₹4,500નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.
UBSના મતે, Sandozને કેનેડામાં Generic Semaglutide લોન્ચ કરવાની મંજૂરી મળવી શૈલી એન્જિનિયરિંગ માટે સકારાત્મક સમાચાર છે. દવા ત્રણ અલગ-અલગ ડોઝમાં પેન મારફતે લોન્ચ કરવામાં આવશે અને કેનેડાના પેન માર્કેટમાં શૈલી એન્જિનિયરિંગની મજબૂત હાજરી છે.
બ્રોકરેજને કંપનીના FY27 ગાઇડન્સ કરતાં વધુ ગ્રોથની અપેક્ષા છે. UBSને આશરે 4 કરોડ પેનના વેચાણની અપેક્ષા છે, જ્યારે કંપનીએ 3.6-3.67 કરોડ પેનનું ગાઇડન્સ આપ્યું છે. એટલે કે UBSના અંદાજ મુજબ કંપનીના ગાઇડન્સ કરતાં આશરે 30-40 લાખ વધુ પેનનું વેચાણ થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.