Pharma Stocks Rally: ડિફેન્સિવ બાઇંગથી ફાર્મા શેરોમાં 6% સુધીનો ઉછાળો, મેનકાઈન્ડ ફાર્મા અને વોકહાર્ટમાં તેજી | Moneycontrol Gujarati
Get App

Pharma Stocks Rally: ડિફેન્સિવ બાઇંગથી ફાર્મા શેરોમાં 6% સુધીનો ઉછાળો, મેનકાઈન્ડ ફાર્મા અને વોકહાર્ટમાં તેજી

21 સપ્ટેમ્બરે ફાર્મા શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. Mankind Pharma, Wockhardt અને Laurus Labsના શેરોમાં 3થી 6%નો ઉછાળો આવ્યો હતો. Nifty Pharma અને Nifty Healthcare ઇન્ડેક્સમાં 1%થી વધુની તેજી રહી. ડિફેન્સિવ ખરીદી ઉપરાંત નવી દવાઓની લોન્ચ પાઇપલાઇન અને રેગ્યુલેટરી મંજૂરીઓથી સેક્ટરને સપોર્ટ મળ્યો. Geojit Investmentsએ Sun Pharma પર ‘Buy’ રેટિંગ જાળવી રાખીને ₹2,070નો ટાર્ગેટ આપ્યો છે.

અપડેટેડ 03:08:01 PM Sep 21, 2026 પર
Story continues below Advertisement
ફાર્મા શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી! મેનકાઈન્ડ ફાર્મા અને વોકહાર્ટમાં 3-6%નો ઉછાળો, જ્યારે સન ફાર્મા માટે બ્રોકરેજે ₹2,070નો ટાર્ગેટ આપ્યો.

Pharma Stocks Rally: 21 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં ફાર્મા કંપનીઓના શેરોમાં સતત ત્રીજા દિવસે સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું. મેનકાઇન્ડ ફાર્મા, વોકહાર્ટ અને લોરસ લેબ્સ સહિતના શેરોમાં 3થી 6 ટકાની તેજી જોવા મળી હતી. બજારમાં ચાલી રહેલી વોલેટિલિટી વચ્ચે ફાર્મા સેક્ટરમાં ડિફેન્સિવ ખરીદી અને નવી દવાઓની લોન્ચ પાઇપલાઇન તથા રેગ્યુલેટરી મંજૂરીઓને કારણે સેક્ટરમાં ગ્રોથની નવી તકો ઊભી થઈ રહી છે.

ફાર્મા સેક્ટરમાં તાજેતરમાં ડિફેન્સિવ ખરીદી જોવા મળી રહી છે. આર્થિક અને મેક્રો-ઇકોનોમિક ચિંતાઓને કારણે ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટી વધી છે, જેના કારણે રોકાણકારો ડિફેન્સિવ સેક્ટર તરફ વળી રહ્યા છે.

તાજેતરમાં ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝએ જાપાનની ફાર્મા કંપની ટકેડા ફાર્મા સ્યુટિકલ્સની ભારતીય કંપની ટકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ ડૉ.રેડ્ડીઝ ભારતમાં ખાનગી બજારમાં દેશની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન ઓડન્ગાનું વિશિષ્ટ વિતરણ કરશે.


ફાર્મા ઇન્ડેક્સમાં 1%થી વધુની તેજી

સોમવારે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 1%થી વધુનો વધારો નોંધાયો હતો. બંને સેક્ટોરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના અડધાથી વધુ શેરોમાં ખરીદી જોવા મળી.

Nifty 50માં સામેલ ફાર્મા કંપનીઓમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડૉ,રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર લગભગ 2% વધ્યા હતા. બીજી તરફ મનકાઈન્ડ ફાર્મા, વોકહાર્ટ અને લોરસ લેબ્સના શેરમાં 3થી 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં ફાર્મા સેક્ટોરલ ઇન્ડેક્સમાં 3%થી વધુનો વધારો થયો છે.

સન ફાર્મા પર બ્રોકરેજનો વિશ્વાસ

જિયોજિત ઈન્વેસ્ટમેન્ટએ સન ફાર્મા પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર માટે ₹2,070નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. આ ટાર્ગેટ વર્તમાન બજાર ભાવની સરખામણીએ આશરે 10.5% સુધીના અપસાઇડ તરફ ઈશારો કરે છે.

બ્રોકરેજ અનુસાર, વિવિધ બજારોમાં સેમગ્લુટાઈડની તાજેતરની મંજૂરી, ઈલુમ્યા જેવી કંપનીની મુખ્ય બ્રાન્ડ્સનું સ્થિર પ્રદર્શન અને નવી સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સના કોમર્શિયલાઇઝેશનમાં પ્રગતિ સન ફાર્માના ઇનોવેશન આધારિત ગ્રોથને દર્શાવે છે.

આ ઉપરાંત, ઑર્ગનના પ્રસ્તાવિત અધિગ્રહણથી વુમન્સ હેલ્થ અને બાયોસિમિલર્સ પોર્ટફોલિયોમાં કંપનીની હાજરી વિસ્તરવાની અને વૈશ્વિક પહોંચ વધુ મજબૂત થવાની અપેક્ષા છે.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સએ જણાવ્યું છે કે આ કારણોને ધ્યાનમાં રાખીને સન ફાર્મા પર 'Buy' રેટિંગ જાળવી રાખવામાં આવ્યું છે અને FY28E એડજસ્ટેડ EPSના 30 ગણા વેલ્યુએશનના આધારે ₹2,070નો સુધારેલો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Welspun Enterprises: રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ શેર 8% લપસ્યો, ₹352 કરોડના ઓર્ડરથી મળ્યો સપોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 3:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.