Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

સવારે એશિયામાં દબાણ જોવાને મળ્યુ. જોકે અમેરિકાના બજારોમાં ગઈકાલે જોવા મળી સારી તેજી. મેટા, ટેસ્લા અને IBM જેવી કંપનીઓના આશા કરતા સારા પરિણામથી નાસ્ડેક 1 ટકાથી વધુ ઉછળ્યો.

અપડેટેડ 08:54:37 AM Oct 22, 2026 પર
Story continues below Advertisement
Global Market: સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યો છે.

Global Market: સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યો છે, ગિફ્ટ નિફ્ટીમાં આશરે 80 પોઈન્ટ્સનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે FIIs અને DIIs બન્નેની કેશમાં ખરીદદારી જોવા મળી. સવારે એશિયામાં દબાણ જોવાને મળ્યુ. જોકે અમેરિકાના બજારોમાં ગઈકાલે જોવા મળી સારી તેજી. મેટા, ટેસ્લા અને IBM જેવી કંપનીઓના આશા કરતા સારા પરિણામથી નાસ્ડેક 1 ટકાથી વધુ ઉછળ્યો.

US બજારમાં કારોબાર

સારા પરિણામો બાદ SpaceX માં 7% નો ઉછાળો જોવાને મળ્યો છે. AMD, Nvidia, Micron, Marvellમાં 2-3%ની તેજી છે. Netflixમાં 5%ના ઘટાડો આવ્યો.


USમાં વિવિધ પરિણામો આવ્યા

મેટાની Q3માં $64.6 બિલિયનની આવક, અનુમાન $63.37 બિલિયન છે. મેટાનું Q3માં EPS $3.83 પર હતું. ટેસ્લાના Q3માં સારા પરિણામ આવ્યા. ટેસ્લાની આવક $28.05 બિલિયનની આવક, અનુમાન $27.9 બિલિયન છે. ઓટોમોટિવમાં આવક 3% ઘટી, એનર્જી બિઝનેસમાં 16% નો ઘટાડો આવ્યો. એલન મસ્કે કહ્યું SpaceX સાથે મર્જર પર સારો વિચાર છે. મર્જર માટે 50% શેર ધારકોની મંજૂરી જરૂરી છે. સમાચાર બાદ એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં 3% ઘટ્યો ટેસ્લા. IBMના પરિણામ પણ અનુમાનથી સારા રહ્યા. IBMની આવક $17.1 બિલિયન, અનુમાન $16.82 બિલિયન છે. Q3માં $2.86ના EPS અનુમાન સામે $2.95 છે.

યુદ્ધ પૂર્ણ કરવાની કોશિશ ઝડપી

યુક્રેન યુદ્ધ પૂર્ણ કરવા માટે સેંટ પીટર્સબર્ગમાં વાતચીત શરૂ થઈ. સ્ટીવ વિટકોફે રશિયાના રાષ્ટ્રપતિને માનવતાવાદી કહ્યા. પુતિને કહ્યુ US, યુક્રેન સાથે વફરી વાતચીત માટે તૈયાર છે. શાંતિ કરાર પર ફરી વાતચીત માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ કહ્યું વાતચીતમાં યુક્રેનની હાજરી ઘણી જરૂરી છે.

ક્રૂડમાં કારોબાર

બ્રેન્ટ ક્રૂડના ભાવ $110 ને ઉપર યથાવત્ છે. WTIમાં પણ $98 પ્રતિ બેરલની ઉપર કારોબાર થઈ રહ્યો છે. સાઉદી અરામકોના શાયબહ ઓઈલ ફીલ્ડ પર હુમલો થયો. હુમલાથી ઓપરેશન પર કોઈ અસર નહીં. અમેરિકાએ સાઉદીથી બિનજરૂરી સ્ટાફને બહાર નીકળવા કહ્યું. EIAએનું કહેવુ છે USમાં ઈન્વેન્ટરીમાં 30 લાખ બેરલથી વધુનો ઘટાડો થયો.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 82.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.25 ટકાના ઘટાડાની સાથે 63,815.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.39 ટકા ઘટીને 46,703.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.67 ટકાના ઘટાડાની સાથે 23,024.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.42 ટકા તૂટીને 5,597.08 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 44.25 અંક એટલે કે 1.19 ટકા લપસીને 3,668.78 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 22, 2026 8:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.