Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો, GIFT NIFTYમાં પોણા ટકાની તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો, GIFT NIFTYમાં પોણા ટકાની તેજી

ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 76 (છોત્તેર) પોઇન્ટ્સ વધ્યો, તો નાસ્ડેકમાં 131 પોઇન્ટ્સની તેજી રહી, અને S&P 500 લગભગ 0.50% વધીને બંધ થયો હતો. સારા કોર્પોરેટ પરિણામની આશાએ US માર્કેટને સપોર્ટ મળતો દેખાયો હતો.

અપડેટેડ 08:30:15 AM Jul 18, 2023 પર
Story continues below Advertisement
Goldman Sachsએ અમેરિકી અર્થતંત્રમાં મંદીની આશંકા ઘટાડી છે જેની પણ પોઝિટીવ અસર માર્કેટ્સ પર જોવા મળી રહી છે.

ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો જોવાને મળી રહ્યા છે. GIFT NIFTY માં પોણા ટકાની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે પણ એશિયામાં મિશ્ર કામકાજ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામની આશાએ ગઈકાલે અમેરિકી બજાર મજબૂત બંધ થયા હતા. S&P 500 16 મહિનાની ઉંચાઈ પર પહોંચ્યો.

ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 76 પોઇન્ટ્સ વધ્યો, તો નાસ્ડેકમાં 131 પોઇન્ટ્સની તેજી રહી, અને S&P 500 લગભગ 0.50% વધીને બંધ થયો હતો. સારા કોર્પોરેટ પરિણામની આશાએ US માર્કેટને સપોર્ટ મળતો દેખાયો હતો. આ સાથે જ Goldman Sachsએ અમેરિકી અર્થતંત્રમાં મંદીની આશંકા ઘટાડી છે જેની પણ પોઝિટીવ અસર માર્કેટ્સ પર જોવા મળી રહી છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 9.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.08 ટકાના મામૂલી વધારાની સાથે 32,418.25 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.07 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.43 ટકા ઘટીને 17,259.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.80 ટકાના ઘટાડાની સાથે 19,064.48 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.60 ટકા લપસીને 2,603.28 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 18.44 અંક એટલે કે 0.58 ટકા તૂટીને 3,192.11 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jul 18, 2023 8:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.