Global Market: ક્રૂડ તેલ અને ઊંચી US બોન્ડ યીલ્ડની ટેન્શન યથાવત્. USમાં વ્યાજ દરો વધવાની આશંકાથી રિકવરી છતાં US માર્કેટ કાલે ઘટ્યા, એશિયા ફ્લેટ, જોકે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય વધારો જોવાને મળ્યો. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 5% પર પહોંચ્યું. સોનું 5 સપ્તાહના નીચલા સ્તરે આવ્યું.
હારતું ઈરાન હવે જલ્દી અને મજબૂરીમાં કરાર કરવા તૈયાર છે. હું નક્કી કરીશ કે US ઈરાન સાથે વાતચીત કરશે કે નહીં. અમે ઈરાન સાથે વાતચીત કરવા તૈયાર છીએ.
અમારી શરતો નહી માને ત્યાં સુધી US સાથે કોઈ વાતચીત નહીં.
હૂતીઓએ સાઉદીની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર હુમલો કર્યો. હમલા બાદ પાઈપલાઈન બંધ, ક્રૂડના ભાવમાં વધારો આવ્યો. FARS એજન્સીઅ હોર્મુઝથી પસાર થવાના પ્રયત્નમાં એક ક્રૂડ ટેન્કરમાં વિસ્ફ્ટો. આ ઘટનાની કોઈ સ્વતંત્ર પુષ્ટી નથી. સાઉદી અરામકોએ નથી જણાવ્યું કે પાઈપલાઈનનું સમારકામ ક્યાં સુધી ચાલશે. સાઉદી ફરીથી હોર્મુઝથી એક્સપોર્ટ વધારવાની તૈયારીમાં છે.
Macro Risk Advisers એ કહ્યું ફેડ વ્યાજદર વધારશે તો S&P 500 10% ઘટી શકે છે. ડિસેમ્બરમાં ફેડ તરફથી વ્યાજદર વધારાની અપેક્ષા છે. BoAએ S&P 500 માટેનો લક્ષ્ય 7100થી વધારી 7400 કર્યો. 12 મહિનામાં S&P 500 7800ને પાર જશે.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 66.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.63ટકાના વધારાની સાથે 63,890 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.03 ટકાનો નજીવો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.04 ટકા ઘટીને 45,851.51 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.46 ટકાના ઘટાડાની સાથે 24,804.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.10 ટકાની તેજી સાથે 6,691.26 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.91 અંક એટલે કે 0.02 ટકા લપસીને 3,884.42 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.