Global Market: ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર, ગિફ્ટ નિફ્ટીમાં મોટો ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર, ગિફ્ટ નિફ્ટીમાં મોટો ઘટાડો

ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર જોવાને મળી રહ્યો છે, USની 10 વર્ષની યીલ્ડ 4.96% પર છે. 2023 બાદ સૌથી ઉપર પહોંચી. 2 વર્ષની બૉન્ડ યીલ્ડ પણ 4.6% પર પહોંચી, જર્મનીની 2009, તો બ્રિટેનની બૉન્ડ યીલ્ડ 1998 બાદ રેકોર્ડ સ્તરે પહોંચી.

અપડેટેડ 08:52:17 AM Sep 11, 2026 પર
Story continues below Advertisement
Global Market: અમેરિકામાં મોંઘવારીનો ઝટકો. અનુમાનથી વધુ આંકડા આવ્યા. 0.25% દર વધવાની આશંકા 72% પર પહોંચી.

Global Market: ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડનું આજે પણ રેડ એલર્ટ, વેસ્ટ એશિયા તણાવથી ક્રૂડમાં જુલાઈ બાદ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, 6 ટકા વધી 108 ડૉલરને પાર કારોબાર પહોંચ્યો. ગિફ્ટ નિફ્ટી આશરે 125 પોઈન્ટ્સ તૂટ્યું. એશિયામાં પણ ઘટાડો જોવાને મળી રહ્યો છે. US બજારોમાં પણ સતત ચોથા દિવસે ઘટાડો જોવાને મળી રહ્યો છે. 4 દિવસમાં ડાઓ 1600 પોઈન્ટ્સ તૂટ્યો.

ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર જોવાને મળી રહ્યો છે, USની 10 વર્ષની યીલ્ડ 4.96% પર છે. 2023 બાદ સૌથી ઉપર પહોંચી. 2 વર્ષની બૉન્ડ યીલ્ડ પણ 4.6% પર પહોંચી, જર્મનીની 2009, તો બ્રિટેનની બૉન્ડ યીલ્ડ 1998 બાદ રેકોર્ડ સ્તરે પહોંચી.

અમેરિકામાં મોંઘવારીનો ઝટકો. અનુમાનથી વધુ આંકડા આવ્યા. 0.25% દર વધવાની આશંકા 72% પર પહોંચી. સોના-ચાંદીમાં મોટો ઘટાડો જોવાને મળ્યો. ગોલ્ડ 2 ટકા તો ચાંદી 6 ટકા તૂટી. અન્ય મેટલ્સમાં પણ નફાવસુલી જોવા મળી.


US ટ્રેઝરીની ખરીદી

ટ્રેઝરી વિભાગે $5.19 બિલિયન બોન્ડ ખરીદ્યા. મહત્તમ $6 બિલિયન બોન્ડ ખરીદવાની યોજના છે. સ્કોટ બેસેન્ટે કહ્યું ટ્રેઝરી માર્કેટની સ્થિતિ ઘણી સારી છે.

ECBએ વ્યાજ દર વધાર્યા

ECBએ વ્યાજદર 0.25% વધારી 2.5% કર્યા. જૂન બાદ ફરી એક વાર વધારો કર્યો. પશ્ચિમ એશિયા, રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધવાની આશંકા છે. ક્રિસ્ટીન લગાર્ડે કહ્યું મોંઘવારી લાંબા સમય સુધી 2%ની ઉપર રહી શકે છે. આઉટલૂક અનિશ્ચિત, ગ્રોથ ઘટવાનું જોખમ છે.

US-ઈરાન અપડેટ

ઈરાનના જોર્ડર પર હુમલામાં US બેઝને નુકસાન છે. A-10 થંડરબોલ્ટની એક પાંખને નુકસાન છે. લગભગ 8 F-15 વિમોનાને નાનુ મોટું નુકસાન છે. USએ બચાવ માટે 30 વધુ પેટ્રિયેટ મિસાઈલ છોડી હતી. IRGCએ અમેરિકા અને ટ્રમ્પને ચેતવણી આપ્યાના અહેવાલ છે. દર 2 હુમલા પર 20 ઠેકાણે હુમલો કરીશું. હૂતી હવે અલ મંદેબ સ્ટ્રેટની તરફ આગળ વધ્યા. દક્ષિણ યમનનું મોખા શહેર હુતીઓના કબ્જાનો દાવો છે.

ક્રૂડમાં આગઝરતી તેજી

બ્રેન્ટના ભાવે ગઈકાલે $109ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા. આ સપ્તાહે ક્રૂડમાં 13%નો મોટો ઉછાળો આવ્યો. જુલાઈ મહિના બાદ સૌથી ઉપલા સ્તર પહોંચ્યા ભાવ. મોખા શહેર હુતીઓના કબ્જામાં આવતા ચિંતા વધી. સાઉદી અરબનું ઓગસ્ટમાં ક્રૂડનું ઉત્પાદન 1990 પછી નીચલા સ્તરે રહ્યું.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 120.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.93 ટકાના ઘટાડાની સાથે 63,360.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.05 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.97 ટકા ઘટીને 46,014.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.24 ટકાના ઘટાડાની સાથે 24,646.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.60 ટકા તૂટીને 6,851.34 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 68.87 અંક એટલે કે 1.75 ટકા લપસીને 3,865.53 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 8:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.