Global Market: ભારતીય બજાર માટે નબળા સંકેતો, FIIsની કેશમાં વેચવાલી, જોકે વાયદામાં બીજા દિવસે પણ કવરિંગ
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 51.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.37 ટકાના ઘટાડાની સાથે 45,324.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.26 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.08 ટકા ઘટીને 26,227.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
Global Market: ભારતીય બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે.
Global Market: ભારતીય બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં વેચવાલી જોવા મળી રહી છે. જોકે વાયદામાં બીજા દિવસે પણ કવરિંગ શરૂ થયુ. ત્યાંજ GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયામાં પણ દબાણ દેખાય રહ્યુ છે. ગઈકાલે US FED ચેરમેન જેરોમ પૉવેલની ગ્રોથ અને મોંઘવારીને લઈ ચેતાવણી બાદ USના બજારમાં ઘટાડો, નાસ્ડેક સૌથી વધારે આશરે 1 ટકા તૂટ્યો.
US બજારની સ્થિતી
નફાવસૂલીના કારણે બજારોમાં ઘટાડો જોવા મળ્યો. પોવેલના નિવેદન પછી ઘટાડો જોવા મળ્યો. ડાઓ દિવસના ઉચ્ચતમ સ્તરથી 400 પોઈન્ટ નીચે છે. S&P 500, નાસ્ડેક દિવસના નીચલા સ્તરે બંધ છે.
શું બોલ્યા જેરોમ પૉવેલ?
લેબર માર્કેટ, મોંઘવારીને લઈને થોડી ચિંતા થઈ. ઓક્ટોબરમાં દરો ઘટશે કે નહીં તે કહેવું અઘરું છે. ઈક્વિટીની કિંમતો ઘણી વધી ગઈ છે.
UNમાં બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
વિશ્વના ઈતિહાસની સૌથી મહાન અર્થવ્યવસ્થા બનાવી. કદી પૂરા ન થતાં 7 યુદ્ધોનો અંત કરાવ્યો છે. UN તકલીફો દૂર નથી કરી રહ્યું પણ વધારી રહ્યું છે. મારા કામ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.
ભારત પર ટ્રમ્પનું નિવેદન
રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ભારત અને ચીન પર નિશાન છે. ટ્રમ્પે કહ્યું રશિયાનું ઓઈલ ખરીદી કરે છે ભારત અને ચીન છે. ભારત અને ચીન રશિયા-યુક્રેન યુદ્ધને ફંડ કરે છે.
બિલ ઓપ્લિંગરનું મોટું નિવેદન
Alcoaના CEO બિલ ઓપ્લિંગરનું નિવેદન આપ્યુ. ટેરિફથી એલ્યુમિનિયમની માગ બંધ થઈ જશે. 50% ટેરિફથી ભાવ પહેલાની સરખામણી ઘણાં વધુ છે.
સોનામાં નવા શિખર
સતત ત્રીજા દિવસે સોનામાં નવા શિખર બન્યા. ETF હોલ્ડિંગ 3 વર્ષોના સૌથી ઉપલા સ્તરે છે. આ વર્ષે mcx પર ભાવ દર મહિને વધ્યા છે.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 51.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.37 ટકાના ઘટાડાની સાથે 45,324.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.26 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.08 ટકા ઘટીને 26,227.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.89 ટકાના મજબૂતીની સાથે 26,393.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.17 ટકાની તેજી સાથે 3,445.43 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 13.43 અંક એટલે કે 0.35 ટકા ઉછળીને 3,835.26 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.