ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં શરૂઆતી ઘટાડો જોવાને મળ્યો છે. GIFT NIFTY માં પોણા ટકાનો ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકી માર્કેટ્સ 1 ટકા સુધી ઘટ્યા હતા. આજે US FUTURES એકદમ ફ્લેટ દેખાય રહ્યા છે.
ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં શરૂઆતી ઘટાડો જોવાને મળ્યો છે. GIFT NIFTY માં પોણા ટકાનો ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકી માર્કેટ્સ 1 ટકા સુધી ઘટ્યા હતા. આજે US FUTURES એકદમ ફ્લેટ દેખાય રહ્યા છે.
સતત બીજા દિવસે US માર્કેટ ઘટાડા સાથે બંધ થયા. જ્યા ડાઓ જોન્સ 366 પોઇન્ટ્સ ઘટ્યો, તો 2 મે બાદ નાસ્ડેકમાં સૌથી વધારે 113 પોઇન્ટ્સનું દાબણ જોવા મળ્યું, અને S&P 500 પણ લગભગ 0.75%થી વધારે ઘટીને બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે એનર્જી સેક્ટરમાં મોટા ઘટાડાના કારણે અને ફેડની મિનિટ્સ જાહેર થયા બાદ અમેરિકી બજારમાં દબાણ આગળ વધતું જોવા મળ્યું છે.
US બૉન્ડ યીલ્ડમાં તેજી
બૉન્ડ યીલ્ડમાં લગાતાર 3 દિવસ તેજી ચાલુ છે. 10 વર્ષોની યીલ્ડ 2.50% વધીને 4% ની પાર નિકળી છે. 5 ના સ્તરને પાર નિકળી 2 વર્ષોની બૉન્ડ યીલ્ડ પર છે. 16 વર્ષોની ઊંચાઈ પર 2 વર્ષોની બૉન્ડ યીલ્ડ પહોંચી. લગાતાર 9 માં દિવસે 5 વર્ષોની યીલ્ડ 4 ના સ્તરની ઊપર છે.
ADP ના આંકડાઓના સંકેત
US માં પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓની સંખ્યા વધી છે. જુનમાં અનુમાનથી વધારે વધી નોકરીઓની સંખ્યા છે. જુનમાં નોકરીઓની સંખ્યા 4.97 લાખ વધી છે. બજારોને 2.28 લાખ નોકરીઓની ઉમ્મીદ હતી. મે માં 2.67 લાખ લોકોને નોકરીઓ મળી હતી.
કાચા તેલના ભાવ સપાટ
ગુરૂવારના કાચા તેલના ભાવ લગભગ સપાટ સ્તર પર રહ્યા. અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાની આશંકાની વચ્ચે એનર્જીની માંગ ઘટવાનું અનુમાન છે. આ વચ્ચે બ્રેંટ ક્રૂડ ફ્યૂચર્સના ભાવ 76 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડના ભાવ 71 ડૉલર પ્રતિ બેરલની પાર જોવામાં આવ્યા.
એશિયાઈ બજાર
આ દરમિયાન આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. GIFT NIFTY 8.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.47 ટકાના ઘટાડાની સાથે 32,618.88 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.51 ટકાનો નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.73 ટકા ઘટીને 16,640.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.18 ટકાના ઘટાડાની સાથે 18,313.67 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.52 ટકા ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.36 ટકા ઘટાડાની સાથે 3,193.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.