ગ્લોબલ બજારોથી નબળા સંકેતો સાથે શરૂઆત કરી છે. SGX NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે પણ એશિયન બજારોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. ગઈકાલે અમેરિકી બજારોમાં જોવા મળી સુસ્તી. ગઈકાલે બજારમાં નેટફ્લિક્સ અને મોર્ગન સ્ટેનલીના પરિણામની એક્શન જોવા મળી હતી. ગઈકાલે s&p 500 અને ડાઓ લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે નાસ્ડેકમાં લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો હતો. તો અમેરિકાના બજારના ફ્યુચર્સમાં પણ આજે સવારે ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો હતો.. ટેસ્લાએ આજે પરિણામ જાહેર કર્યા હતા અને આવક અનુમાન મુજબ રહી હતી.
કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો. 1 દિવસમાં 2% થી વધારે કાચા તેલના ભાવ ઘટ્યા. બ્રેન્ટ 83 ડૉલરની નીચે લપસે છે. મોંઘવારીના કારણે માંગ ઘટીને અને અમેરિકામાં દર વધવાની આંશકાઓનું દબાણ બનાવ્યુ. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સ 1.65 ડૉલર એટલે કે 2% ઘટીને 83.12 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 1.7 ડૉલર પ્રતિ બેરલ એટલે કે 2.1% નો ઘટાડાની સાથે 79.16 ડૉલર પ્રતિ બેરલના ભાવ પર રહ્યા.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. એસજીએક્સ નિફ્ટી 48 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.09 ટકાના વધારાની સાથે 28,631.53 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.08 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.12 ટકા ઘટીને 15,751.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તાઈવાનના બજાર 0.12 ટકા ઘટીને 15,751.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.11 ટકાના વધારાની સાથે 20,390.41 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.29 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.58 ટકાના ઘટાડાની સાથે 3,349.73 ના સ્તર પર દેખાય રહ્યો છે.