ગ્લોબલ બજારોમાં આજે પણ વેચવાલી, ક્રૂડમાં ઉછાળો, $102ને પાર બ્રેન્ટ
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 5.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.62 ટકાના ઘટાડાની સાથે 64,737.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.57 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે.
Global Market: ગ્લોબલ બજારોમાં આજે પણ વેચવાલી જોવાને મળી, ઈરાન-US વચ્ચે વધતા તણાવથી ક્રૂડ 3 ટકા ઉછળી 102 ડૉલરને પાર પહોંચ્યો.
ગ્લોબલ બજારોમાં આજે પણ વેચવાલી જોવાને મળી, ઈરાન-US વચ્ચે વધતા તણાવથી ક્રૂડ 3 ટકા ઉછળી 102 ડૉલરને પાર પહોંચ્યો. ગિફ્ટ નિફ્ટી આશરે 90 પોઈન્ટ્સ નીચે કારોબાર કરી રહી છે. એશિયાના બજારમાં પણ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે US બજારોમાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો, ડાઓ 1300 પોઈન્ટ્સ તૂટ્યો.
US-ઈરાન તણાવ યથાવત્
ઈરાને જોર્ડનના US બેઝ પર 20 મિસાઈલો છોડી. USની નેવીના જહાજ હુમલામાં ક્ષતિગ્રસ્ત છે. કમર્શિયલ જહાજને પણ નુકસાન થયું.
યુદ્ધ પર ઈરાનનું નિવેદન
US વધુ મોટા યુદ્ધ માટે તૈયાર રહે છે. હુમલા યથાવત્ રહ્યા તો જવાબી હુમલા વધુ મોટા હશે. કોઈપણ ભોગે આત્મસમર્પણ નહીં કરીએ. USની નાકાબંદી, ટેન્કરો પર હુમલા છતાં આત્મસમર્પણ નહીં. યુદ્ધ યથાવત્ રાખ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
ટ્રમ્પનું યુદ્ધ પર નિવેદન
મિડટર્મ ચૂંટણી પછી ઈરાનમાં યુદ્ધ જલ્દી પૂર્ણ થશે. ઈરાન વધુ લાંબા સમય સુધી ટકી શકે એમ નથી. ચૂંટણી બાદ તરત ઓઈલના ભાવમાં ઘટાડો આવશે. ઓઈલના વધુ ભાવ અંગે અમેરિકનનો સમજાવવું સરળ છે. સવાલ એ છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવા જોઈએ કે નહીં. ઈરાન ઈચ્છે છે નબળા લોકો ચૂંટણી જીતે, તેથી તેમને હથિયાર મળે.
ક્રૂડમાં ભડાકો
એક દિવસમાં ક્રૂડમાં 3%ની તેજી. $102ને પાર નિકળ્યા બ્રેન્ટના ભાવ છે. $97ને પાર નિકળ્યા WTIના ભાવ છે. મે 2026 બાદ બ્રેન્ટ સૌથી ઉપલા સ્તરે છે. US-ઈરાન તણાવ વધવાથી તેજી આવી. બજારને સપ્લાય ઘટવાની આશંકાથી વધી ચિંતા.
બોન્ડ બજારની સ્થિતિ
US ટ્રેઝરી આજે લાંબી તારીખના ડેટ ખરીદશે. $6 બિલિયનના લોન્ગર ડેટેડ ડેટ ખરીદશે. ગયા મહિને કરેલી $2 બિલિયનની જાહેરાતની સામે 3 ગણા. બેસેન્ટે બાયબેકની ઝડપ બણી કરવાની વાત કરી હતી.
બોન્ડ યીલ્ડમાં તેજી
US 10 વર્ષની યીલ્ડ 4.85% પર પહોંચી. નવેમ્બર 2023 બાદ સૌથી ઉપલા સ્તરે યીલ્ડ છે. US 30 વર્ષની યીલ્ડ ફરી 5.3% પર પહોંચી.
નબળો પડ્યો ડોલર
કાલે ડોલર 7 મહિનાના નીચલા સ્તર પર બંધ થયો. US ડોલર ઈન્ડેક્સ 98.78 પર બંધ થયો. 17 ફેબ્રુઆરી બાદ સૌથી નીચલી ક્લોઝિંગ. યેનમાં મજબૂતીથી US ડોલર પર દબાણ. વધતા ક્રૂડના ભાવથી પણ US ડોલર ઘટ્યો.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 5.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.62 ટકાના ઘટાડાની સાથે 64,737.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.57 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.78 ટકા ઘટીને 46,815.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.55 ટકાના ઘટાડાની સાથે 24,888.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.80 ટકા તૂટીને 6,995.78 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 11.01 અંક એટલે કે 0.28 ટકા લપસીને 3,940.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.