Global market: શુક્રવારે અમેરિકા માર્કેટ સારી તેજી સાથે બંધ થયો હતો. ડાઓમાં 285 પ્વાઇન્ટની તેજી લઈને બંધ થયો હતો. તે S&P 50 ઈન્ડેક્સ 1.23 ટકા અને નેસ્ડેક 1.45 ટકા વધારા સાથે બંધ થયો હતો. ટેક શેર્સમાં સારી તેજી જોવા મળી હતી. એપ્પલના શેર્સમાં 2.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એપ્પલના માર્કેટ શેર $3 ટ્રિલિયનને પાર ચાલી ગઈ હતી. NVIDIAમાં પણ 3.6 ટકાની તેજી જોવા મળી રહી હતી. 1 વર્ષમાં NVIDIAમાં 189 ટકાથી વધુંનો વધારો જોવા મળી રહ્યો છે. Netflixની શેરોમાં 2.9 ટકાની તેજી આવી હતી. જ્યારે, META અને AMAZON 1.9 ટકા ઉપર બંધ થયો હોત.
બીજી તરફ અમેરીકામાં 10 વર્ષના બૉન્ડ યીલ્ડ 3.84 ટકાની નજીક છે. ઈલોન મસ્કે ટ્વીટ વાંચવાની મર્યાદા નક્કી કરી છે. હવે વેરિફાઈડ એકાઉન્ટ્સ વધુમાં વધુ 6000 ટ્વીટ વાંચી શકશે. અનવેરિફાઈડ અકાઉન્ટ દરરોજ 600 ટ્વીટ્સ વાંચી શકશે. નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 300 ટ્વીટ્સ વાંચી શકશે. આ વચ્ચે ડૉલર ઇન્ડેક્સ 103 ની નીચે સરકી ગયો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ મામૂલી તેજીની સાથે 75 ડૉલરને પાર છે. આ વચ્ચે US કોર PCE મોંઘવારીમાં નરમીના સંકેત મળી રહ્યા છે. આજ US માર્કેટમાં અડધા દિવસનું કારોબાર થશે. મંગળવારે US માર્કેટ બંધ રહેશે. મંગળવારે ઈન્ડિપેન્ડેન્સ ડે ના અવસર પર રજા છે.
આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. SGX Nifty 35.00 અંક ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે, નિક્કેઈ લગભગ 1.53 ટકાના વધારાની સાથે 33704.73 ને આસપાસ જોવા મળી રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.24 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે, તાઈવાનના બજાર 0.90 ટકાના વધારા સાથે 17067.37ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેન્ગસેન્ગ 1.43 ટકાની તેજીની સાથે 19176.46 ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે, કોસ્પીમાં 1.35 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે સંઘાઈ કમ્પોઝિટ 0.94 ટકાની સાથે 3232.29 ના સ્તર પર જોવા મળી રહ્યું છે.