ગ્રેટ એસ્ટર્ન શિપિંગના શેરમાં 31% સુધીનો ઉછાળો શક્ય, નોમુરાએ શરૂ કર્યું કવરેજ | Moneycontrol Gujarati
Get App

ગ્રેટ એસ્ટર્ન શિપિંગના શેરમાં 31% સુધીનો ઉછાળો શક્ય, નોમુરાએ શરૂ કર્યું કવરેજ

ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગના શેરમાં 28 સપ્ટેમ્બરે લગભગ 5% સુધીની તેજી જોવા મળી અને BSE પર શેર ₹1,567.95ના હાઈ સુધી પહોંચ્યો. આ તેજી વચ્ચે નોમુરાએ કંપનીના શેર પર કવરેજ શરૂ કરીને 'Buy' રેટિંગ અને ₹1,965નો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે, જે અગાઉના ક્લોઝિંગ ભાવથી લગભગ 31% અપસાઇડ દર્શાવે છે. નોમુરાએ કંપનીની મજબૂત કેશ પોઝિશન, ઓછું દેવું અને શિપિંગ સાયકલનો લાભ લેવાની ક્ષમતાને હાઇલાઇટ કરી છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 55% અને 5 વર્ષમાં લગભગ 340% વધ્યો છે.

અપડેટેડ 12:43:12 PM Sep 28, 2026 પર
Story continues below Advertisement
ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગમાં તેજી! નોમુરાએ 'Buy' રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું અને ₹1,965નો ટાર્ગેટ આપ્યો, જે લગભગ 31% અપસાઇડ દર્શાવે છે. શેર આજે 5% સુધી ચઢીને ₹1,567.95ના હાઈ પર પહોંચ્યો. જાણો નોમુરાને આ સ્ટોકમાં શું ગમે છે.

ગ્રેટ એસર્ટન શિપિંગ કંપની લી. (GE Shipping)ના શેરમાં 28 સપ્ટેમ્બરે જોરદાર તેજી જોવા મળી હતી. દિવસ દરમિયાન BSE પર શેર લગભગ 5% વધીને ₹1,567.95ના હાઈ સુધી પહોંચ્યો હતો. આ તેજી પાછળનું એક મુખ્ય કારણ બ્રોકરેજ ફર્મ નોમુરાએ કંપનીના શેર પર કવરેજ શરૂ કરવું છે.

નોમુરાએ જીઈ શિપિંગને 'Buy' રેટિંગ આપ્યું છે અને શેર માટે ₹1,965નો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. આ ટાર્ગેટ કંપનીના અગાઉના ક્લોઝિંગ ભાવની સરખામણીએ લગભગ 31% વધારે છે. તેજી સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ વધીને ₹22,500 કરોડથી વધુ થઈ ગયું છે.

જીઈ શિપિંગ પર નોમુરાનો શું અભિપ્રાય?


નોમુરાના જણાવ્યા અનુસાર, જીઈ શિપિંગ એક સાયક્લિકલ કમ્પાઉન્ડર છે અને કંપની પાસે ગ્રોથના આગામી તબક્કા માટે પૂરતી રોકડ ઉપલબ્ધ છે. બ્રોકરેજનું માનવું છે કે કંપની શિપિંગ સેક્ટરમાં આવનારા ડાઉનસાઇકલનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે. હાલમાં જીઈ શિપિંગને કવર કરતા 3 એનાલિસ્ટ્સ છે અને ત્રણેયે શેરને 'Buy' રેટિંગ આપ્યું છે. આ ત્રણેયમાં નોમુરાનો ₹1,965નો ટાર્ગેટ પ્રાઈસ સૌથી વધુ છે.

સાયકલના આધારે કંપનીની સ્ટ્રેટેજી

નોમુરાના મતે, જીઈ શિપિંગના મેનેજમેન્ટે અગાઉના અનેક સાયકલ દરમિયાન પોતાની બિઝનેસ સ્ટ્રેટેજી સાબિત કરી છે. જ્યારે એસેટની કિંમતો નીચી હોય ત્યારે કંપની જહાજો ખરીદે છે અને તેજીના સમયગાળામાં તેને વેચે છે.

સાથે જ કંપની દેવાનું સ્તર ઓછું રાખવા પર ધ્યાન આપે છે અને વધારાની રોકડનો એક હિસ્સો શેરધારકોને પરત કરે છે. જૂન 2026 ક્વાર્ટરના અંતે જીઈ શિપિંગ પાસે આશરે ₹8,000 કરોડની રોકડ હતી. નોમુરા અનુસાર, આ રકમ કંપનીની નેટ અસેટ વેલ્યૂ (NAV)ના લગભગ 30% અને માર્કેટ કેપિટલાઇઝેશનના લગભગ 38% જેટલી છે. બ્રોકરેજનું માનવું છે કે જો શિપિંગ સાયકલ નબળો પડે તો કંપની આ રોકડનો ઉપયોગ પોતાના હાલના જહાજોના કાફલાને વધારવા માટે કરી શકે છે.

એક વર્ષમાં શેર 55% વધ્યો

જીઈ શિપિંગના શેરે છેલ્લા એક વર્ષમાં લગભગ 55%નો વધારો નોંધાવ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં શેર લગભગ 40% મજબૂત થયો છે. છેલ્લા બે સપ્તાહમાં શેરની કિંમતમાં લગભગ 9%નો વધારો થયો છે. લાંબા ગાળાની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં શેર લગભગ 80% અને છેલ્લા 5 વર્ષમાં લગભગ 340% વધ્યો છે. જીઈ શિપિંગના શેરની ફેસ વેલ્યૂ ₹10 છે અને કંપની BSE 500 ઈન્ડેક્સનો હિસ્સો છે. જૂન 2026ના અંત સુધી કંપનીમાં પ્રમોટર્સની 30.07% હિસ્સેદારી હતી.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Clean Max Enviro Energyના શેરમાં ભારે વેચવાલી, ₹1,199 કરોડના શેર બ્લોક ડીલમાં વેચાયા

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 12:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.