ઈરાન-અમેરિકાના ટેન્શન વચ્ચે પણ બજારમાં શાનદાર તેજી, નિફ્ટી 24300ને પાર, જાણો બજાર ઉછળવા પાછળના 4 કારણો | Moneycontrol Gujarati
Get App

ઈરાન-અમેરિકાના ટેન્શન વચ્ચે પણ બજારમાં શાનદાર તેજી, નિફ્ટી 24300ને પાર, જાણો બજાર ઉછળવા પાછળના 4 કારણો

ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો છતાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી નોંધાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા, જાણો માર્કેટને સપોર્ટ આપનારા 4 મોટા કારણો વિશે.

અપડેટેડ 11:11:39 AM Aug 24, 2026 પર
Story continues below Advertisement
વૈશ્વિક બજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શેરોમાં થયેલી વેચવાલીના કારણે ભારતીય માર્કેટમાં IT શેરોની ચમક વધી છે. હાલમાં નિફ્ટી IT ઈન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો છે.

Share Market Rally: એશિયાઈ બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા તણાવછતાં સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સમાં આશરે 249 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ કૂદકો મારીને 24300 ની સપાટી પાર કરી ગયો હતો.

બ્રોડર માર્કેટ એટલે કે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ આજે સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં હાલ લગભગ અડધા ટકાની (0.5%) તેજી નોંધાઈ છે.

સેન્સેક્સ અને નિફ્ટીનું લેટેસ્ટ લેવલ

સવારના 10:11 વાગ્યાના આંકડા મુજબ, બીએસઈ સેન્સેક્સ84.49 પોઈન્ટ (0.11%) વધીને 77625.32 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે, એનએસઈ નિફ્ટી 50 20.95 પોઈન્ટ (0.09%) ના વધારા સાથે 24272.95 ના સ્તરે છે. આજના ઈન્ટ્રા-ડે કારોબારમાં સેન્સેક્સ 248.57 પોઈન્ટ ઉછળીને 77789.40 ની ટોચે પહોંચ્યો હતો, અને નિફ્ટીએ પણ 61.00 પોઈન્ટના વધારા સાથે 24313.00 ની હાઈ બનાવી હતી.

માર્કેટમાં આવેલી આ શાનદાર તેજી પાછળ 4 મોટા કારણો જવાબદાર છે.


1. ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ

ઈરાને અમેરિકાને ધમકી આપી છે કે જો તેના પર આર્થિક પ્રતિબંધો ચાલુ રહેશે, તો તે હોર્મૂઝની સામુદ્રધુનીમાંથી ક્રૂડ ઓઈલનું એક પણ ટીપું પસાર થવા દેશે નહીં. આ ધમકીને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ નરમ પડ્યું છે અને તેનો ભાવ ઘટીને 91 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયો છે. ક્રૂડ સસ્તું થવાથી ભારતીય શેરબજારને મોટો સપોર્ટ મળ્યો છે.

2. IT શેરો અને પ્રાઈવેટ બેન્કોનો મજબૂત સપોર્ટ

વૈશ્વિક બજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શેરોમાં થયેલી વેચવાલીના કારણે ભારતીય માર્કેટમાં IT શેરોની ચમક વધી છે. હાલમાં નિફ્ટી IT ઈન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો છે. આ ઉપરાંત, હેવીવેઈટ પ્રાઈવેટ બેન્કોએ પણ માર્કેટને ટેકો આપ્યો છે, જેના કારણે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ લગભગ અડધો ટકો મજબૂત થયો છે.

3. DII (સ્થાનિક રોકાણકારો) ની સતત ખરીદી

FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા સતત બીજા દિવસે વેચવાલી કરવામાં આવી હોવા છતાં, DII (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો) એ સતત નવમા દિવસે જોરદાર ખરીદી કરીને માર્કેટને પડતાં બચાવી લીધું છે. 21 ઓગસ્ટના રોજ FII એ 542.71 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જેની સામે DII એ 2124.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. નોંધનીય છે કે, છેલ્લા 9 ટ્રેડિંગ સેશનમાં DII એ કુલ 27892.26 કરોડ રૂપિયાની માતબર ખરીદી કરી છે.

4. India VIXમાં ઘટાડો

શેરબજારમાં ગભરાટ અને અસ્થિરતા માપતો ઈન્ડેક્સ એટલે કે India VIX 3.48%ના ઘટાડા સાથે 10.81 પર આવી ગયો છે. આ ઈન્ડેક્સ ઘટવાનો સીધો અર્થ એ છે કે, શોર્ટ ટર્મમાં માર્કેટમાં મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા ઓછી છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો-શેરબજાર લેટેસ્ટ ટ્રેન્ડ: નિફ્ટી 24200થી 24600ની રેન્જમાં રહેવાની શક્યતા, જાણો બેન્ક નિફ્ટીની સ્ટ્રેટેજી અને કમાણી કરાવતા બેસ્ટ શેર્સ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2026 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.