ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની HDFC securitiesની સલાહ | Moneycontrol Gujarati
Get App

ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની HDFC securitiesની સલાહ

સામાન્ય રીતે બ્રોકરેજ/રિસર્ચ હાઉસ શૅર ખરીદવાની ભલામણ કરતા હોય છે. પરંતુ અમૂક વખત રોકાણકારોને વિવિધ શૅર્સથી સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવે છે. એવામાં એચડીએફસી સિક્યોરિટીઝે પણ રોકાણકારોને ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની સલાહ આપી છે

અપડેટેડ 03:32:06 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
એચડીએફસી સિક્યોરિટીઝે પણ રોકાણકારોને ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની સલાહ આપી છે.

સામાન્ય રીતે બ્રોકરેજ/રિસર્ચ હાઉસ શૅર ખરીદવાની ભલામણ કરતા હોય છે. પરંતુ અમૂક વખત રોકાણકારોને વિવિધ શૅર્સથી સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવે છે. એવામાં એચડીએફસી સિક્યોરિટીઝે પણ રોકાણકારોને ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની સલાહ આપી છે.

થોડા સમય પહેલા ટેક મહિન્દ્રનાં જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ જાહેર થયા હતા, જે આકર્ષક નહોતા. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક માર્ચ ૨૦૨૩માં પુરા થતા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ચાર ટકા અને ગત વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ બે ટકા ઘટી હતી.

રિસર્ચ ગૃહે કહ્યું કે કંપનીની આવક વર્તમાન નાણાકીય વર્ષમાં બે ટકા જેટલી ઘટી શકે છે. સીએમઈ સેગમેન્ટમાં વૃદ્ધિ પણ 9.5 ટકા જેટલી ઘટશે. કમાણીના અંદાજમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે કારણ કે જૂન ત્રિમાસિકના નાણાકીય પરિણામ અંદાજ કરતા નબળા રહ્યા હતા અને નાણાકીય વર્ષ 2024માં ઘટાડાનું જોખમ વધુ છે. પરિણામે રોકાણકારોને કંપનીના શૅરથી અંતર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ટાર્ગેટ ભાવ 1020 રૂપિયા આપ્યો છે, જ્યારે હાલના સમયમાં કંપનીનો શૅર ભાવ 1186.95 રૂપિયા છે.


વોલેટાઈલ બજારમાં પણ મોતિલાલ ઓસવાલે સૂચવેલા આ ચાર શૅર્સ કરાવશે તમને માલામાલ, કરો તમારા પોર્ટફોલિયો

જૂન ત્રિમાસિકમાં સીએમઈ વર્ટિકલમાં આવક ત્રિમાસિક ધોરણે 9.5 ટકા અને એન્ટરપ્રાઈસિસમાં 0.3 ટકા ઘટી હતી. ફક્ત મેન્યુફેક્ચરિંગ વર્ટિકલમાં આવક ત્રિમાસિક ધોરણે બે ટકા વધી હતી કારણ કે ઓટો, એરો અને ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટનો ટેકો મળ્યો હતો. કંપનીની કુલ આવકમાં મેન્યુફેક્ચરિંગ વર્ટિકલનો હિસ્સો 17 ટકા હતો. ઉપરાંત ટોટલ કોન્ટ્રેક્ટ વેલ્યુ (TCV)માં નવી ડિલ્સમાં ત્રિમાસિક ધોરણે 40 ટકા અને વાર્ષિક ધોરણે 50 ટકાનો ઘટાડો થવાથી ટૂંકા ગાળે કંપની ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. યુરોપમાં કંપનીનું કામકાજ ત્રિમાસિક ધોરણે 6.7 ટકા ઘટ્યુ હતું અને અમેરિકામાં આંશિક 0.5 ટકા ઘટ્યુ હતું.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2023 3:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.