વોલેટાઈલ બજારમાં પણ મોતિલાલ ઓસવાલે સૂચવેલા આ ચાર શૅર્સ કરાવશે તમને માલામાલ, કરો તમારા પોર્ટફોલિયો સામેલ | Moneycontrol Gujarati
Get App

વોલેટાઈલ બજારમાં પણ મોતિલાલ ઓસવાલે સૂચવેલા આ ચાર શૅર્સ કરાવશે તમને માલામાલ, કરો તમારા પોર્ટફોલિયો સામેલ

આ વર્ષની શરૂઆતથી જ ભારતીય શૅરબજારમાં વોલેટિલિટી વધી છે. એવામાં છેલ્લા બે અઠવાડિયાથી બજારમાં એકંદર ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે ટ્રેડર્સ પણ ગૂંચવણમાં છે કે ઘટાડાના બજારમાં શૅરની લેવાલી કરવી કે નહીં. એવામાં મોતિલાલ ઓસવાલે ચાર શૅરની ભલામણ કરી છે જેમની સ્થિર વૃદ્ધિ થતી રહેશે

અપડેટેડ 03:17:27 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
બ્રોકરેજ ગૃહે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરતા કહ્યું કે ઈન્ડિયામાર્ટનું જ કલેકશન સારા પ્રમાણમાં થઈ રહ્યુ છે અને માગમાં પણ રિકવરી જોવા મળી રહી છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આ વર્ષની શરૂઆતથી જ ભારતીય શૅરબજારમાં વોલેટિલિટી વધી છે. એવામાં છેલ્લા બે અઠવાડિયાથી બજારમાં એકંદર ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે ટ્રેડર્સ પણ ગૂંચવણમાં છે કે ઘટાડાના બજારમાં શૅરની લેવાલી કરવી કે નહીં. એવામાં મોતિલાલ ઓસવાલે ચાર શૅરની ભલામણ કરી છે જેમની સ્થિર વૃદ્ધિ થતી રહેશે.

    ઈન્ડિયામાર્ટટાર્ગેટ ભાવ- 3,640

    કંપનીના પ્લેટફોર્મમાં કુલ સપ્લાયર્સ જૂન 2022 ત્રિમાસિકની સરખામણીએ 5.6 ટકા વધીને 76 લાખ થયા છે. બ્રોકરેજ ગૃહે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરતા કહ્યું કે કંપનીનું કલેકશન સારા પ્રમાણમાં થઈ રહ્યુ છે અને માગમાં પણ રિકવરી જોવા મળી રહી છે. ટૂંકા ગાળે કંપનીનું કલેકશન સારા પ્રમાણમાં રહેવાનો અંદાજ છે. કંપનીના ફંડામેન્ટલ્સ સારા છે. તેથી આગળ જતા કંપનીના શૅર ભાવ ઉપર તેની સકારાત્મક અસર જોવા મળશે. 


    હેવલ્સ ઈન્ડિયાટાર્ગેટ ભાવ- ₹1,580

    કંપનીના મેનેજમેન્ટે કહ્યું કે એપ્રિલ અને મે મહિનામાં કન્ઝ્યુમર માગ મંદ રહી હતી પરંતુ જૂન મહિનામાં રિકવરી થઈ હતી. ગ્રામિણ કરતા શહેરી માગ વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ના બીજા છમાસિકથી ગ્રામિણ માગ તેમ જ કન્ઝ્યુમર માગ સુધરવાનો અંદાજ છે. જ્યારે બ્રોકરેજ ગૃહે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરતા કહ્યું કે તાજેતરમાં જ અમે હેવલ્સનું કવરેજ શરૂ કર્યુ છે અને તેમના મુખ્ય બિઝનેસમાં માર્જિન રિકવરીના ટેકે ઈબિટડા અને શૅરદીઠ આવક નાણાકીય વર્ષ 2025 સુધીમાં અનુક્રમે 27 ટકા અને 29 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધવાનો અંદાજ છે.

    શૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશે

    યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાટાર્ગેટ ભાવ- ₹110

    યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાની અસ્ક્યામતની ગુણવત્તા ઉપર નજર કરીએ તો ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) અને નેટ એનપીએ સુધરીને અનુક્રમે 7.3 ટકા અને 1.6 ટકા રહી હતી. સારા પરિણામને લીધે બ્રોકરેજ ગૃહે રોકાણકારોને બૅન્કનો શૅર ખરીદવાની ભલામણ કરવાની સાથે નાણાકીય વર્ષ 2024 અને 2025ની આવકના અંદાજમાં અનુક્રમે 19 ટકા અને 12 ટકાનો વધારો કર્યો છે. બૅન્કને ટ્રેઝરીનો ફાયદો થયો છે, માર્જિન સારુ રહ્યુ છે અને ઓછી જોગવાઈનો લાભ થયો છે.

    ઈમામીટાર્ગેટ ભાવ- ₹560

    કંપનીનું આંતરરાષ્ટ્રીય ધોરણે વેચાણ વાર્ષિક ધોરણે આઠ ટકા વધ્યુ છે અને કોન્સટન્ટ કરન્સી વૃદ્ધિ 11 ટકા થઈ છે. સ્થાનિકમાં નવરત્નનું વેચાણ આઠ ટકા ઘટ્યુ હતું. જ્યારે પેઈન મેનેજમેન્ટ સેગમેન્ટમાં વેચાણ 13 ટકા, બોરોપલ્સનું 19 ટકા અને કેશ કિંગનું બે ટકાની સાથે હેલ્થકેર સેગમેન્ટમાં 11 ટકા વધ્યુ હતું. બ્રોકરેજ ગૃહે અગાઉ જે શૅર ખરીદવાની ભલામણ કરી હતી તે યથાવત્ રાખી છે. કંપનીનું વેચાણ ગ્રામિણ ભાગમાં વધી રહ્યું છે. મૂલ્યાંકન પણ આકર્ષક છે. ગ્રામિણ ભાગમાં વિસ્તરણ પણ થઈ રહ્યું છે, એમ બ્રોકરેજ ગૃહનું કહેવુ છે. તેથી આગળ જતા વૃદ્ધિ યથાવત્ રહી શકે છે.

     

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 26, 2023 3:17 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.