શૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશે | Moneycontrol Gujarati
Get App

શૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશે

જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં અમૂક શૅર્સમાં સ્થિર વૃદ્ધિ થવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. પરિણામે ટ્રેડર્સે અમૂક શૅર્સ ઉપર નજર રાખવી જોઈએ.

અપડેટેડ 03:08:07 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ (Q1) બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ (Q1) બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં અમૂક શૅર્સમાં સ્થિર વૃદ્ધિ થવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. પરિણામે ટ્રેડર્સે અમૂક શૅર્સ ઉપર નજર રાખવી જોઈએ.

    બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝટાર્ગેટ ભાવ 2,446

    આ વર્ષનાં જૂન ત્રિમાસિકમાં કંપનીના સકારાત્મક પાસા જોઈએ તો ગ્રોસ માર્જિન માર્ચ 2023 ત્રિમાસિકની સરખામણીએ 270 બેસિસ પોઈન્ટ્સ વધીને 51.8 ટકા થતા ઈબિટડા માર્જિનમાં ત્રિમાસિક ધોરણે 240 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો હતો. અન્ય આવક પણ ત્રિમાસિક ધોરણે 92 ટકા વધીને 104 કરોડ રૂપિયા થઈ હતી. હિસાબમાં કેશ બેલેન્સ વધીને 2245 કરોડ રૂપિયા થયુ છે, જે માર્ચ 2023 ત્રિમાસિકમાં 2075 કરોડ કરોડ હતું.


    પરંતુ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે 7.5 ટકા ઘટ્યુ છે. કુલ વેચાણમાં કર્મચારી ખર્ચ 90 બેસિસ પોઈન્ટ્સ વધીને પાંચ ટકાના સ્તરે પહોંચ્યો છે. કંપનીના મેનેજમેન્ટનું કહેવુ છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક પડકારરૂપ રહેશે કારણ કે સીઝન ડાઉન છે અને જ્યાં નિકાસ થાય છે તે બજારોમાં હીટ વેવ છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ધોરણે મંદીની ચિંતા છે.

    રિસર્ચ ગૃહે કહ્યું કે કંપનીનું એકંદર કામકાજ સુધર્યુ છે. કાચા માલનો ખર્ચ અને નૂર ભાડાના ખર્ચમાં ઘટાડો થયો છે. કંપનીનું મેનેજમેન્ટ ઈબિટડા માર્જિનમાં વધારો કરવા ઉપર સતત ધ્યાન આપી રહ્યું છે, તેથી શૅર હોલ્ડ કરવો જોઈએ.

    બ્રોડર ઈન્ડાઈસિઝ નવા હાઈ પર પહોંચ્યા, 80 થી વધારે સ્મૉલકેપ શેર 34% સુધી ભાગ્યા

    બલરામપુર ચીની મિલ્સટાર્ગેટ ભાવ 475

    બલરામપુર ચીની મિલ્સના કામકાજમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ પાંચ ગણો વધીને 68 કરોડ રૂપિયા થયો હતો અને આવક વાર્ષિક ધોરણે 28.7 ટકા વધીને 1,389.6 કરોડ રૂપિયા થઈ હતી.

    જૂન ત્રિમાસિકમાં કંપનીના અન્ય સકારાત્મક પાસા જોઈએ તો સુગરનું વેચાણ વોલ્યુમ વાર્ષિક ધોરણે 11.9 ટકા વધ્યુ છે અને શેરડીનું પિલાણ પણ ગયા વર્ષનાં જૂન ત્રિમાસિકના 46.2 લાખ ક્વિન્ટલથી વધીને 139.6 લાખ ક્વિન્ટલ થયુ છે. ઈથેનોલનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 42.7 ટકા વધ્યું છે. ઈથેનોલ બ્લેન્ડેડની સરેરાશ કમાણી વાર્ષિક ધોરણે 7.7 ટકા વધી છે. રિસર્ચ ગૃહે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરતા કહ્યું કે કંપનીની બે અંકમાં વૃદ્ધિ થવાની સાથે નફાશક્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આગામી વર્ષોમાં કંપનીનું ડેબ્ટ ઘટે તો વૃદ્ધિ નોંધપાત્ર થશે.

    ઝાયડસ લાઈફસાયન્સિસ:  ટાર્ગેટ ભાવ ₹663

    ઝાયડસ લાઈફસાયન્સિસે જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં 17-18 નવા પ્રોડકટ્સ લોન્ચ કરવા માટેની મંજૂરીઓ મેળવી છે. જ્યારે માર્ચ 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 28 નવા પ્રોડકટ્સની મંજૂરી લીધી હતી. આગામી બે વર્ષ સુધી અમેરિકામાં કંપનીની આવક વૃદ્ધિ થવાનો અંદાજ છે. તેમના મુખ્ય પ્રોડકટ્સનાં ટેકે કંપની વિસ્તરણ કરી રહી છે. વધતી સ્પર્ધાને લીધે નવા પ્રોડકટ્સ પણ લોન્ચ કરી રહી છે. કંપનીના બજાર હિસ્સામાં પણ સ્થિર વધારો થઈ રહ્યો છે.

    રિસર્ચ ગૃહે ટાર્ગેટ ભાવમાં ફેરફાર કરીને રોકાણકારોને ઝાયડસ લાઈફસાયન્સિસનો શૅર ખરીદવાની ભલામણ કરી હતી. તેમના મતે કંપનીના પ્રોડકટ્સને મંજૂરીઓ મળતા વૃદ્ધિ થતી રહેશે. અમેરિકામાં આવક વધવાની સાથે બજાર હિસ્સામાં પણ વધારો થવાના સંકેત છે. જોકે, ફોરેક્સ વોલેટિલિટી કંપનીની આવક ઉપર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 26, 2023 3:08 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.