Hot Stocks: નિફ્ટીમાં ટૂંક સમયમાં 24,900નો ટાર્ગેટ શક્ય, આ જ્વેલરી શેરમાં જોવા મળશે રોકેટ જેવી તેજી | Moneycontrol Gujarati
Get App

Hot Stocks: નિફ્ટીમાં ટૂંક સમયમાં 24,900નો ટાર્ગેટ શક્ય, આ જ્વેલરી શેરમાં જોવા મળશે રોકેટ જેવી તેજી

નિફ્ટી 24,900નો ટાર્ગેટ હાંસલ કરી શકે છે. માર્કેટ એક્સપર્ટ પંકજ રાંદડ દ્વારા બેંક નિફ્ટી અને કલ્યાણ જ્વેલર્સમાં રોકાણની ખાસ સલાહ.

અપડેટેડ 09:16:27 AM Aug 07, 2026 પર
Story continues below Advertisement
બેંક નિફ્ટીમાં અત્યારે બાર્ગેનિંગ પાવર ઘણો સારો છે. બેંક નિફ્ટી માટે 58,000 નું લેવલ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે.

Hot Stocks : બજારમાં રોકાણકારો હંમેશા એવા શેરો અને ઇન્ડેક્સની શોધમાં હોય છે જ્યાં તેમને સારો નફો મળી શકે. તાજેતરના ટ્રેડિંગ સેશનમાં બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટના મતે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હજુ પણ સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. આવો જાણીએ આજના બજારની સ્થિતિ અને એક્સપર્ટની કમાણી કરાવતી ટિપ્સ.

અગાઉના સેશનમાં કેવું રહ્યું બજાર?

સેન્સેક્સની વિકલી એક્સપાયરીના દિવસે શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું હતું. ચાલો બજારના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ,,,સેન્સેક્સ 374 પોઈન્ટના ઉછાળા સાથે 78,955 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 24,636 પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં સારી તેજી હતી, તે 324 પોઈન્ટ વધીને 58,064 પર બંધ થયો હતો. બીજી બાજુ મિડકેપ ઇન્ડેક્સમાં દબાણ હતું, જે 278 પોઈન્ટ ઘટીને 63,327 પર બંધ થયો હતો. ડિફેન્સ, બેન્કિંગ અને ઓઇલ-ગેસ સેક્ટરના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, ઓટો અને મેટલ સેક્ટરમાં વેચવાલીનું દબાણ હતું. ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસા નબળો પડીને 95.22 ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.

આજના બજાર માટે એક્સપર્ટની સલાહ

ઇક્વિનોક્સ રિસર્ચ એન્ડ એડવાઇઝરીના એક્સપર્ટ પંકજ રાંદડે બજારના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે મહત્વની માહિતી આપી છે. તેમના મતે નિફ્ટી અને બેંક નિફ્ટી સાઇડવેઝ ટ્રેન્ડમાં રહીને પોઝિટિવ મુવમેન્ટ આપી શકે છે. ખાસ કરીને સરકારી બેંકોમાં સારો ઉછાળો જોવા મળી શકે છે.


નિફ્ટી માટેના લેવલ્સ

નિફ્ટીના ફ્યુચર્સમાં 24,650 ની આસપાસ મજબૂત સપોર્ટ જોવા મળી રહ્યો છે. રોકાણકારો આ લેવલની આસપાસ ખરીદી કરી શકે છે.

ખરીદી : 24,650ની આસપાસ

સ્ટોપ લોસ : 24,580

ટાર્ગેટ : 24,900

બેંક નિફ્ટી માટેના લેવલ્સ

બેંક નિફ્ટીમાં અત્યારે બાર્ગેનિંગ પાવર ઘણો સારો છે. બેંક નિફ્ટી માટે 58,000 નું લેવલ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે.

ખરીદી : 58,000ની નજીક

સ્ટોપ લોસ : 57,750

ટાર્ગેટ : 58,900

આજનો હોટ સ્ટોક: કલ્યાણ જ્વેલર્સ

પોતાના મનપસંદ શેર વિશે વાત કરતા પંકજ રાંદડે કલ્યાણ જ્વેલર્સના ફ્યુચર્સમાં ખરીદી કરવાની સલાહ આપી છે. ગયા સપ્તાહના ઘટાડા પછી આ શેરે જબરદસ્ત મજબૂતી દર્શાવી છે. હાલમાં આ શેર તેની તમામ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પણ પોઝિટિવ ડાયવર્ઝન દર્શાવી રહ્યો છે. 600 રૂપિયાની આસપાસ ખરીદી કરો. 590 રૂપિયાનો સ્ટોપ લોસ જાળવી રાખો. ઉપરની તરફ 620 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Stocks to watch : આજે બજારમાં મોટી ઉથલ-પાથલના સંકેત, LIC, SBI, ઓલા ઇલેક્ટ્રિક અને ટાઇટન સહિત આ શેર્સ પર રહેશે ખાસ નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2026 9:16 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.