RBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર, રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો | Moneycontrol Gujarati
Get App

RBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર, રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો

RBIની મોનેટરી પોલિસી જાહેર! રિઝર્વ બેંકે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે નાણાકીય વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો છે. જાણો સામાન્ય માણસ પર શું થશે અસર.

અપડેટેડ 11:39:07 AM Jun 05, 2026 પર
Story continues below Advertisement
રિઝર્વ બેંકનું કહેવું છે કે કિંમતી ધાતુઓને બાદ કરતા કોર મોંઘવારી દર હજુ પણ ઓછો રહેવાનો અંદાજ છે, જે દર્શાવે છે કે બજારમાં ડિમાન્ડનું દબાણ હાલમાં કંટ્રોલમાં છે.

RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દ્વિ-માસિક મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકના પરિણામો 5 જૂનના રોજ જાહેર થઈ ગયા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ભલે વ્યાજ દરો (રેપો રેટ 5.25%) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે મોંઘવારી વધવાનું જોખમ ઊભું થયું છે. સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ 2027 (FY27) માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો છે. ચાલો જાણીએ આજના આ અહેવાલની મુખ્ય વાતો અને તમારી પર પડનારી સીધી અસર.

મોંઘવારી દરનો નવો અંદાજ

RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રેટ નક્કી કરતી કમિટીએ કોર મોંઘવારી દરનો અંદાજ 4.7 ટકા પર જાળવી રાખ્યો છે. અત્યારે મોંઘવારીનું દબાણ થોડું ઓછું દેખાઈ રહ્યું છે.RBI ના લેટેસ્ટ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2027 ના અલગ-અલગ ક્વાર્ટરમાં રિટેલ મોંઘવારી દર નીચે મુજબ રહેવાની શક્યતા છે:

પ્રથમ ક્વાર્ટર (Q1): 4.2 ટકા

બીજું ક્વાર્ટર (Q2): 5.1 ટકા


ત્રીજું ક્વાર્ટર (Q3): 5.9 ટકા

ચોથું ક્વાર્ટર (Q4): 5.4 ટકા

ડિમાન્ડ કંટ્રોલમાં, પણ સપ્લાય ચેનનું મોટું જોખમ

રિઝર્વ બેંકનું કહેવું છે કે કિંમતી ધાતુઓને બાદ કરતા કોર મોંઘવારી દર હજુ પણ ઓછો રહેવાનો અંદાજ છે, જે દર્શાવે છે કે બજારમાં ડિમાન્ડનું દબાણ હાલમાં કંટ્રોલમાં છે. જોકે, ગ્લોબલ સપ્લાય ચેનમાં આવતી અડચણો અને ચોમાસાના વરસાદની અનિશ્ચિતતા મોંઘવારી વધારી શકે છે. સારી વાત એ છે કે દેશમાં અનાજનો પૂરતો સ્ટોક છે અને જળાશયોમાં પાણીનું સ્તર સંતોષકારક છે, જે રાહત આપે છે. આ ઉપરાંત, બેન્કિંગ સિસ્ટમમાં પૈસાની પૂરતી પ્રવાહિતા જાળવી રાખવા માટે RBI એ સક્રિય પગલાં લીધા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સીધો ફટકો

મોંઘવારી વધવા પાછળનું એક મોટું કારણ ઈંધણના ભાવ છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રિટેલ માર્કેટમાં પેટ્રોલના ભાવમાં 7.4 ટકા અને ડીઝલના ભાવમાં 8.4 ટકાનો વધારો થયો છે. આ વધારાની સીધી અસર હેડલાઈન મોંઘવારી પર પડશે, જે અંદાજિત 36 બેસિસ પોઈન્ટ (bps) વધી શકે છે. ઈંધણ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે, જેને કારણે આવનારા મહિનાઓમાં સામાન્ય વપરાશની ચીજવસ્તુઓના ભાવ વધવાની પૂરી શક્યતા છે.

ગ્લોબલ એનર્જીના ભાવ વધવાથી અન્ય પ્રોડક્ટ્સ મોંઘી થશે

પશ્ચિમ એશિયાના ટેન્શનના કારણે આખી દુનિયામાં એનર્જી એટલે કે કાચા તેલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. ગવર્નરે ચેતવણી આપી છે કે આની અસર માત્ર પેટ્રોલ-ડીઝલ પૂરતી સીમિત નહીં રહે. કોમર્શિયલ LPG, ઇન્ડસ્ટ્રીયલ કાચો માલ, કેમિકલ, રબર અને પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ પણ મોંઘી થશે. જ્યારે કંપનીઓ માટે વસ્તુઓ બનાવવાનો ખર્ચ વધશે, ત્યારે તે ભાર અંતે ગ્રાહકો પર જ આવશે, જેનાથી રિટેલ મોંઘવારીનો ગ્રાફ વધુ ઊંચે જઈ શકે છે.

આ પણ વાંચો-RBI Monetary Policy: નહીં વધે હોમ લોન અને કાર લોનના EMI, રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં નથી કર્યો કોઈ ફેરફાર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 05, 2026 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.