ઘટાડાના બજારમાં યોગ્ય મૂલ્યાંકન હોય એવી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ
વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં એકંદર તેજી છે કારણ કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો ટેકો મળી રહ્યો છે. વોલેટિલિટીની વચ્ચે પણ સેન્સેક્સ-નિફ્ટીમાં એકંદર વધારો થતો રહે છે. આ વર્ષે એપ્રિલથી જુલાઈની વચ્ચે એફપીઆઈએ 1.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સ્થાનિક શૅરબજારમાં કર્યુ હોવાનું NSDLના આંકડા દર્શાવે છે. પરંતુ હવે આ પ્રવાહ ઘટતા રોકાણકારોએ સાવચેત રહેવુ જોઈએ
પરિણામે રોકાણકારોએ એવા શૅર્સમાં રોકાણ કરવુ જોઈએ જેમની વેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન સારુ હોય.
વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં એકંદર તેજી છે કારણ કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો ટેકો મળી રહ્યો છે. વોલેટિલિટીની વચ્ચે પણ સેન્સેક્સ-નિફ્ટીમાં એકંદર વધારો થતો રહે છે. આ વર્ષે એપ્રિલથી જુલાઈની વચ્ચે એફપીઆઈએ 1.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સ્થાનિક શૅરબજારમાં કર્યુ હોવાનું NSDLના આંકડા દર્શાવે છે. પરંતુ હવે આ પ્રવાહ ઘટતા રોકાણકારોએ સાવચેત રહેવુ જોઈએ.
નિફ્ટી50 ઈન્ડેક્સનો હાલના સમયમાં 12 મહિનાનો ફોરવર્ડ PE (પ્રાઈસ-ટુ-અર્નિંગ) 19.6 ગણો છે, જે પાંચ વર્ષની સરેરાશ કરતા 3.5 ટકા વધુ છે, એમ રિફીનિટિવનાં આંકડા દર્શાવે છે. હાલના સમયમાં કુલ 1,363 કંપનીઓ (બૅન્કો અને ફાઈનાન્સિયલ કંપનીઓને બાદ કરતા) એવી છે જેમનો TTM (ટ્રેલિંગ 12 મહિના) પીઈ અને પાંચ વર્ષનો સરેરાશ પીઈ ઉપલબ્ધ છે. આમાંથી 989 એટલે કે 72.5 ટકા કંપનીઓનુ મૂલ્યાંકન પાંચ વર્ષની સરેરાશ કરતા પ્રિમિયમે છે.
શૅરના ભાવમાં ઉછાળો આવતા નિફ્ટી૫૦ ઈન્ડેક્સનાં BEER (બોન્ડ યિલ્ડ ટુ અર્નિંગ્સ યિલ્ડ) રેશિયોમાં વધારો થાય છે. પરિણામે હાલના સમયમાં કંપનીઓનું મૂલ્યાંકન વધી ગયુ છે એમ કહી શકાય. સ્થાનિક અર્થતંત્રની વૃદ્ધિના પાસાઓ સારા હોવા છતાં નિષ્ણાતોનું કહેવુ છે કે વિકસિત દેશોમાં કેન્દ્રિય બૅન્કોનું હોકીશ વલણ, કન્ઝમ્પ્શન વૃદ્ધિ ધીમી પડવી, અનાજના ભાવ વધતા ફુગાવામાં થતો વધારો અને વૈશ્વિક વેપારની નબળાઈ શૅરબજારમાં વોલેટિલિટી વધારી શકે છે.
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈનવેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ ડો.વી.કે. વિજયકુમારે કહ્યું કે હાલના સમયમાં બેન્ચમાર્કમાં સકારાત્મકતા હોવા છતાં એક મત એવો પણ છે કે વર્તમાન તેજી લાંબો સમય સુધી ટકી શકશે નહીં.
પરિણામે રોકાણકારોએ એવા શૅર્સમાં રોકાણ કરવુ જોઈએ જેમની વેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન સારુ હોય.
એનાલિસ્ટોએ વ્યક્ત કરેલો ટાર્ગેટ ભાવ
• અશોકા બિલ્ડકોનઃ 120
• ઈન્દ્રપ્રસ્થ ગૅસઃ 24
• કોરોમંડલ ઈન્ટરનેશનલઃ 1,190
• એસઆઈએસઃ 515
• ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝઃ 206
સ્રોતઃ રિફીનિટિવ
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.