Infosys Q1 Results: પરિણામો પહેલા ઇન્ફોસિસનો શેર 2% લપસ્યો, જાણો નફા અને આવકને લઈને એક્સપર્ટ્સનું શું છે અનુમાન | Moneycontrol Gujarati
Get App

Infosys Q1 Results: પરિણામો પહેલા ઇન્ફોસિસનો શેર 2% લપસ્યો, જાણો નફા અને આવકને લઈને એક્સપર્ટ્સનું શું છે અનુમાન

આજે ઇન્ફોસિસના Q1 પરિણામો જાહેર થશે. રિઝલ્ટ પહેલા જ કંપનીનો શેર 2% તૂટ્યો છે. નફામાં 7% નો ઘટાડો થવાનું અનુમાન છે. જાણો એક્સપર્ટ્સની સંપૂર્ણ આગાહી.

અપડેટેડ 12:54:08 PM Jul 23, 2026 પર
Story continues below Advertisement
રોકાણકારોની સૌથી વધુ નજર એ વાત પર રહેશે કે મેનેજમેન્ટ પોતાના આખા વર્ષના ગાઇડન્સમાં શું ફેરફાર કરે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ માને છે કે ગાઇડન્સના ઉપલા સ્તરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો કાપ આવી શકે છે.

Infosys Q1 Results: આજે 23 જુલાઈના રોજ દેશની દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. દિવસ દરમિયાન યોજાનારી બોર્ડ મીટિંગમાં પરિણામો પર ચર્ચા કરીને તેને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર આંકડાઓ જાહેર કરાશે. જોકે, આ મહત્વપૂર્ણ પરિણામોની જાહેરાત પહેલા જ શેરબજારમાં ઇન્ફોસિસના શેરમાં દબાણ જોવા મળ્યું છે.

રિઝલ્ટ પહેલા જ શેરમાં કડાકો

આજે BSE પર ટ્રેડિંગ દરમિયાન ઇન્ફોસિસનો શેર તેના પાછલા બંધ ભાવ કરતા લગભગ 2 ટકા જેટલો લપસી ગયો હતો. વેચવાલીના દબાણને કારણે શેર 1032.30 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ઘટાડાને પગલે કંપનીની કુલ માર્કેટ કેપ ઘટીને 4.24 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.

આવક અને નફા અંગે એક્સપર્ટ્સનું શું છે અનુમાન?

CNBCના સર્વેમાં સામેલ બજારના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સના મતે પરિણામો મિશ્ર રહી શકે છે. કંપનીનો ચોખ્ખો નફો ક્વાર્ટરના આધારે 7% ઘટીને 7,903 કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. જ્યારે EBIT માર્જિન 21.1% રહી શકે છે.


ઇન્ફોસિસની ડોલર આવકમાં 1.7% નો વધારો જોવા મળી શકે છે અને તે 512.70 કરોડ ડોલર થઈ શકે છે. CC રેવેન્યુ ગ્રોથ 1.8% રહેવાનું અનુમાન છે. સિટી અને ગોલ્ડમેન સાક્સના મતે આ ગ્રોથ 1% થી 1.1% રહી શકે છે. જ્યારે જેફરીઝ અને CLSA આ આંકડો 2.5% અને 2.3% રહેવાની આશા રાખી રહ્યા છે.

નવી ખરીદેલી કંપનીઓનો મળશે ફાયદો

જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસના ગ્રોથમાં તેણે તાજેતરમાં ખરીદેલી બે વિદેશી કંપનીઓ – ઓપ્ટિમમ અને સ્ટ્રેટસનો મોટો ફાળો રહી શકે છે. ઇન્ફોસિસે મે 2026 માં 46.5 કરોડ ડોલરમાં 'ઓપ્ટિમમ હેલ્થ' ની ડીલ પૂરી કરી હતી. જ્યારે ન્યૂ જર્સી સ્થિત ટેક્નોલોજી ફર્મ 'સ્ટ્રેટસ' ને એપ્રિલ મહિનામાં 9.5 કરોડ ડોલરમાં ખરીદી હતી.

આખા વર્ષના ગાઇડન્સ પર રહેશે સૌની નજર

રોકાણકારોની સૌથી વધુ નજર એ વાત પર રહેશે કે મેનેજમેન્ટ પોતાના આખા વર્ષના ગાઇડન્સમાં શું ફેરફાર કરે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ માને છે કે ગાઇડન્સના ઉપલા સ્તરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો કાપ આવી શકે છે.

ગોલ્ડમેન સાક્સના મતે પણ ઓર્ગેનિક ગ્રોથ ગાઇડન્સમાં 50 થી 100 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. બજારને આશા છે કે નવું ગાઇડન્સ 2.5% થી 4.5% અથવા 2% થી 4% ની વચ્ચે રહી શકે છે.

અગાઉના ક્વાર્ટર અને વર્ષનું પ્રદર્શન

અગાઉના જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં ઇન્ફોસિસની સ્ટેન્ડઅલોન આવક 38,641 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 7,975 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે આખા નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીની સ્ટેન્ડઅલોન આવક 1,48,819 કરોડ રૂપિયા અને નફો 29,211 કરોડ રૂપિયા નોંધાયો હતો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Market Trend: નિફ્ટી 23800 તોડશે તો આવશે મોટો કડાકો, આ નબળા બજારમાં પણ 2 શેરો કરાવશે બમ્પર કમાણી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2026 12:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.