Just Dial શેરોમાં આવ્યો ઘટાડો, Q2 માં નફા ઘટાડાની બાદ બ્રોકરેજે ઘટાડ્યો ટાર્ગેટ
સિટીએ જસ્ટ ડાયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1,100 થી 3.6% ઘટાડીને ₹1,060 પ્રતિ શેર નક્કી કરી દીધા છે. બ્રોકરેજનું કહેવુ છે કે કંપનીના સેલ્સ ફ્લીટ, પ્રોડક્ટ અને ટ્રાફિક એક્વીજીશન સહિત ગ્રોથમાં રોકાણ કરવાની જરૂર છે.
Just Dial Share Price: રેસ્ટોરન્ટ, હોટલ અને શિક્ષણ સહિત વિવિધ સેવાઓ માટે સ્થાનિક સર્ચ એન્જિન, જસ્ટ ડાયલના શેર 14 ઓક્ટોબરના એટલે કે આજ રોજ ઘટ્યા.
Just Dial Share Price: રેસ્ટોરન્ટ, હોટલ અને શિક્ષણ સહિત વિવિધ સેવાઓ માટે સ્થાનિક સર્ચ એન્જિન, જસ્ટ ડાયલના શેર 14 ઓક્ટોબરના એટલે કે આજ રોજ ઘટ્યા. BSE પર તેના અગાઉના બંધ ભાવ કરતા ભાવ 4.5 ટકા ઘટીને ₹820.85 ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નબળા ત્રિમાસિક પરિણામોને પગલે, બ્રોકરેજિસે તેમના લક્ષ્ય ભાવમાં 6 ટકાનો ઘટાડો કર્યો છે, જેના કારણે વેચાણનું દબાણ વધ્યું છે.
જસ્ટ ડાયલનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 22.47 ટકા ઘટીને ₹119.44 કરોડ થયો છે જે એક વર્ષ પહેલા ₹154.07 કરોડ હતો. કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં ₹284.83 કરોડથી 6.4 ટકા વધીને ₹303.07 કરોડ થઈ છે. જસ્ટ ડાયલ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો ભાગ છે.
જાણો જસ્ટ ડાયલ પર બ્રોકરેજે કેટલો ઘટાડ્યો ટાર્ગેટ
જસ્ટ ડાયલ પર સિટી
સિટીએ જસ્ટ ડાયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1,100 થી 3.6% ઘટાડીને ₹1,060 પ્રતિ શેર નક્કી કરી દીધા છે. બ્રોકરેજનું કહેવુ છે કે કંપનીના સેલ્સ ફ્લીટ, પ્રોડક્ટ અને ટ્રાફિક એક્વીજીશન સહિત ગ્રોથમાં રોકાણ કરવાની જરૂર છે.
જસ્ટ ડાયલ પર નુવામા
નુવામાએ જસ્ટ ડાયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1,280 થી ઘટાડીને ₹1,200 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2026 માટે શેર દીઠ કમાણીના અંદાજમાં 5.8% અને 2027 માટે 3.9% ઘટાડો કરવામાં આવ્યો છે. જસ્ટ ડાયલ સ્ટોકને આવરી લેતા નવમાંથી સાત વિશ્લેષકો 'ખરીદી' રેટિંગ ધરાવે છે.
Just Dial શેરોની છેલ્લા એક વર્ષની સ્થિતિ
જસ્ટ ડાયલનું માર્કેટ કેપ ઘટીને ₹7,000 કરોડ થયું છે. એક વર્ષમાં શેર 34 ટકા અને ત્રણ મહિનામાં 11 ટકા ઘટ્યો છે. જૂન 2025 ના અંતમાં પ્રમોટર્સ કંપનીમાં 74.15 ટકા હિસ્સો ધરાવતા હતા. જસ્ટ ડાયલના શેરની ફેસ વેલ્યુ ₹10 છે. બીએસઈ પર શેરનો 52-સપ્તાહનો ઉચ્ચતમ સ્તર ₹1,313 છે અને 52-સપ્તાહનો નીચો ભાવ ₹700 છે.
નાણાકીય વર્ષ 2024-25 માં જસ્ટ ડાયલનો ચોખ્ખો નફો 61 ટકા વધીને ₹584.2 કરોડ થયો. દરમિયાન, આવક 9.5 ટકા વધીને ₹1,141.9 કરોડ થઈ. નાણાકીય વર્ષ 2025 ના અંતે કુલ બિઝનેસ લિસ્ટિંગ 4.88 કરોડ હતું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.