Stock Market Today : ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો આ મોટા સમાચાર, અમેરિકા-ઈરાન ડીલથી આજે બજારમાં જોવા મળશે મોટી હલચલ
આજે શેરબજારમાં ટ્રેડિંગ કરતા પહેલા ગ્લોબલ અને ડોમેસ્ટિક સમાચારો પર નજર કરો. US-ઈરાન ડીલથી વોલ સ્ટ્રીટમાં ઐતિહાસિક તેજી, સોનામાં ઉછાળો અને NSE IPO જેવા સમાચારો બજારની ચાલ નક્કી કરશે.
આજે સવારે 9 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 28 પોઈન્ટ (0.12%) ના મામૂલી વધારા સાથે 23,950 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે ભારતીય બજાર માટે ફ્લેટ પરંતુ પોઝિટિવ શરૂઆતનો સંકેત આપે છે.
Stock Market Today : 15 જૂનના રોજ ભારતીય શેરબજાર શાનદાર તેજી સાથે બંધ થયું હતું. મિડલ ઈસ્ટમાં જિયોપોલિટિકલ તણાવ ઘટવાને કારણે અને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. અગાઉના સેશનમાં સેન્સેક્સ 736.38 પોઈન્ટ (0.97%) ઉછળીને 76,264.33 ના સ્તરે અને નિફ્ટી 231 પોઈન્ટ (0.98%) વધીને 23,853.90 ના મજબૂત સ્તરે બંધ રહ્યો હતો.
અમેરિકા-ઈરાન શાંતિ કરારની સીધી અસર
ગ્લોબલ માર્કેટમાંથી અત્યારે ખૂબ જ હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેડી વેન્સ અને ઈરાનના સ્પીકરે વર્ચ્યુઅલી સહી કરી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે શુક્રવાર સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે અને અમેરિકા નાકાબંધી હટાવી લેશે. જોકે, ઈઝરાયેલે લેબનોનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાનો ઇનકાર કર્યો છે.
આ ઐતિહાસિક ડીલથી ખુશ થઈને અમેરિકન બજાર 'વોલ સ્ટ્રીટ' માં ગઈકાલે ધૂમ ખરીદી જોવા મળી હતી. ડાઉ જોન્સ 468.77 પોઈન્ટ ઉછળીને 51,671.03 ના નવા રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. જ્યારે નેસ્ડેકમાં 3% નો અને S&P 500 માં 1.65% નો જંગી ઉછાળો નોંધાયો હતો.
ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટની સ્થિતિ
આજે સવારે 9 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 28 પોઈન્ટ (0.12%) ના મામૂલી વધારા સાથે 23,950 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે ભારતીય બજાર માટે ફ્લેટ પરંતુ પોઝિટિવ શરૂઆતનો સંકેત આપે છે.
એશિયન બજારોની વાત કરીએ તો, ત્યાં મિશ્ર માહોલ છે. સાઉથ કોરિયાના કોસ્પીમાં 2.01% અને જાપાનના નિક્કેઈમાં 0.47% ની તેજી છે. જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં 1.33% ની નબળાઈ જોવા મળી રહી છે.
આજના ફોકસમાં રહેલા મુખ્ય સમાચારો
આજે બજાર ખુલતાની સાથે જ અમુક શેરો અને સેક્ટરમાં મોટી હલચલ જોવા મળી શકે છે. ટ્રેડ લેતા પહેલા આ બાબતો પર ખાસ નજર રાખો.
NSE IPO: નેશનલ સ્ટોક એક્સચેન્જ આગામી એક-બે દિવસમાં SEBI પાસે IPO માટે DRHP ફાઈલ કરી શકે છે. બોર્ડ મીટિંગમાં તેને અંતિમ મંજૂરી મળવાની સંભાવના છે. આ IPO અંદાજે 5 થી 5.25 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન પર આવી શકે છે.
GIC માં ઓફર ફોર સેલ: જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં સરકાર 5% હિસ્સો વેચવા જઈ રહી છે અને આ OFS આજથી ખુલી રહ્યું છે. તેની ફ્લોર પ્રાઈસ 9% ના ડિસ્કાઉન્ટ સાથે 352 રૂપિયા નક્કી કરાઈ છે, જેનાથી સરકાર અંદાજે 3100 કરોડ રૂપિયા એકત્ર કરશે.
HCL Tech નું મોટું રોકાણ: ભારતના પોતાના AI પ્લેટફોર્મ સર્વમએ 1.5 બિલિયન ડોલરના વેલ્યુએશન પર 2200 કરોડ રૂપિયાથી વધુનું ફંડિંગ મેળવ્યું છે. જેમાં HCL Tech એ 1427 કરોડ રૂપિયાનું રોકાણ કરીને કંપનીમાં 10% થી વધુ હિસ્સો ખરીદ્યો છે.
FIIs ની વાપસી અને કરન્સી માર્કેટ
રાહતના સમાચાર એ છે કે સતત 13 ટ્રેડિંગ સેશન સુધી શેર વેચ્યા બાદ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરીથી બાયર બન્યા છે. 15 જૂને FIIs એ 200 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ડોમેસ્ટિક રોકાણકારોએ 3,189 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે.
બીજી તરફ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ થવાના અહેવાલોથી અમેરિકન ડોલર ઇન્ડેક્સ 10 દિવસના સૌથી નીચલા સ્તર (99.65) પર આવી ગયો છે.
સોના-ચાંદીમાં ચમક વધી
US ફેડની પોલિસી મીટિંગ પહેલા સોના અને ચાંદીના ભાવમાં 2% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ઈરાન ડીલ પછી અમેરિકામાં વ્યાજદરમાં વધારો ન થવાની આશાએ રોકાણકારોએ સોનામાં ભારે ખરીદી કરી છે. જેના કારણે સોનું 4300 ડોલરની પાર પહોંચી ગયું છે.