આગામી 2-3 વર્ષમાં મળશે સારું રિટર્ન? નિપુણ મહેતાએ બતાવ્યા બેન્કિંગ, ડિફેન્સ સહિતના સેક્ટર | Moneycontrol Gujarati
Get App

આગામી 2-3 વર્ષમાં મળશે સારું રિટર્ન? નિપુણ મહેતાએ બતાવ્યા બેન્કિંગ, ડિફેન્સ સહિતના સેક્ટર

નિપુણ મહેતાના મતે ભારતીય શેરબજારમાં વેલ્યુએશન હવે વ્યાજબી સ્તરે આવી રહ્યાં છે અને આગામી 2-3 વર્ષમાં સારા રિટર્નની તકો બની શકે છે. તેઓ બેન્કિંગ, ફાઇનાન્શિયલ, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ અને ઓટો કમ્પોનન્ટ્સ જેવા સેક્ટર પર નજર રાખવાની સલાહ આપે છે. ITની કેટલીક કંપનીઓમાં પણ ટર્નઅરાઉન્ડની શક્યતા છે.

અપડેટેડ 04:54:47 PM Nov 04, 2026 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે ઘણી કંપનીઓના Q2ના પરિણામ સારા છે. ટ્રેક્ટરને બાદ કરતાં ઑટો સેલ્સના આંકડા ઘણા સારા છે. ખાદ્ય મોંઘવારી કઈ રીતે મેનેજ થાય છે તે જોવાની જરૂર છે. ગ્રામિણ ખર્ચ પર અસર આવતી જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના પરિણામ જૂન કરતા સારા હતા.

નિપુણ મહેતાના મતે વેલ્યુએશન હવે રિઝનેબલ થતાં જાય છે. લાર્જકેપના વેલ્યુએશન અત્યારે વ્યાજબી સ્તરે છે. 2-3 વર્ષમાં સારા રિટર્ન મળે તેવી શક્યતા છે. બેન્ક, ફાઈનાન્શિયલનું વેલ્યુએશન જોતા ગ્રોથની અપેક્ષા છે. ગોલ્ડ લોન, NBFC અને બેન્કમાં સારા પરિણામ રહ્યા છે.

ધનતેરસ પર સોનું ખરીદતાં પહેલાં જાણી લો, જ્વેલરી, ગોલ્ડ કોઈન કે ETFમાંથી શું છે શ્રેષ્ઠ વિકલ્પ?


નિપુણ મહેતાના મુજબ બજારમાં સારા રિટર્ન બને તે માટેની સારી તકો છે. 2-3 વર્ષથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ઘણાં બુલિશ હતા. ઓટો એન્સિલરી બનાવતી કંપનીઓ એરોસ્પેશમાં પણ કામ કરે છે. ફાર્મામાં પણ CDMO સેક્ટરમાં સારા પરિણામો આવ્યા. ITમાં ક્લાઈન્ટની માગમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

નિપુણ મહેતાનું માનવુ છે કે ITમાં અમુક કંપનીમાં ટર્નઅરાઉન્ડ જોવા મળ્યું. FIIsનું રોકાણ AIથીમમાં ઘણું વધારે હતુ. AI સ્ટોકમાં નિરાશા વધશે ત્યારે ITમાં તેજી આવશે. 1 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સારા રોકાણની આશા છે. ડિફેન્સ સેક્ટર પર હાલની સ્થિતિમાં ધ્યાન રાખી શકાય. ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં પણ તેજીની અપેક્ષા છે. આ તમામ સેક્ટરમાં સારી કંપનીમાં રોકાણ કરવું.

Exide Industriesના શેરમાં 7%ની તેજી, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 65% વધ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2026 4:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.