M-Cap: ટોપ 10 કંપનીઓમાંથી ટોપ 7 કંપનીઓને રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન, સૌથી વધુ ભોગ બનનાર કંપની રહી ITC અને HDFC બેન્ક | Moneycontrol Gujarati
Get App

M-Cap: ટોપ 10 કંપનીઓમાંથી ટોપ 7 કંપનીઓને રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન, સૌથી વધુ ભોગ બનનાર કંપની રહી ITC અને HDFC બેન્ક

M-Cap: છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ટોપની સાત કંપનીઓને માર્કેટ કેપમાં રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન થયું હતું. આ દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ITC અને બજાજ ફાઇનાન્સને છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં નુકસાન થયું હતું.

અપડેટેડ 01:49:06 PM Jul 30, 2023 પર
Story continues below Advertisement
દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો.

M-Cap: ભારતની ટોપની 10 કંપનીઓમાંથી ટોપની સાત કંપનીઓના માર્કેટ કેપમાં છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ટોપની સાત કંપનીઓને માર્કેટ કેપમાં રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન થયું હતું. આ દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ITC અને બજાજ ફાઇનાન્સને છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં નુકસાન થયું હતું. જ્યારે ઈન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલને સૌથી વધુ ફાયદો થયો હતો.

જેનું નુકસાન આ કંપનીઓને થયું

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ITCનું માર્કેટ કેપ રૂપિયા 26,192.05 કરોડ ઘટીને રૂપિયા 5,83,732.19 કરોડ થયું હતું. જ્યારે HDFC બેન્કનું માર્કેટકેપ રૂપિયા 22,747.89 કરોડ ઘટીને રૂપિયા 12,40,322.63 કરોડ અને બજાજ ફાઇનાન્સનું એમ-કેપ રૂપિયા 12,127.47 કરોડ ઘટીને રૂપિયા 4,47,298.52 કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 5,818.43 કરોડ ઘટીને રૂપિયા 17,10,076.74 કરોડ અને TCSનું માર્કેટકેપ રૂપિયા 5,214.15 કરોડ ઘટીને રૂપિયા 12,27,739.80 કરોડ થયું હતું. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂપિયા 4,417.23 કરોડ ઘટીને રૂપિયા 6,07,369.34 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂપિયા 917.76 કરોડ ઘટીને રૂપિયા 6,96,495.74 કરોડ થયું હતું.


આ કંપનીઓની માર્કેટ કેપમાં વધારો

સાત કંપનીઓના માર્કેટકેપમાં ઘટાડો નોંધાયો હતો, તો ત્રણ કંપનીઓના માર્કેટકેપમાં પણ વધારો થયો હતો. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂપિયા 5,643.3 કરોડ વધીને રૂપિયા 5,00,369.30 કરોડ થયું છે. બીજી તરફ ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂપિયા 4,129.44 કરોડ વધીને રૂપિયા 5,56,271.03 કરોડ થયું છે. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપ રૂપિયા 981.71 કરોડ વધીને રૂપિયા 5,49,800.72 કરોડ થયું હતું.

ભારતની ટોપની 10 કંપનીઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની ટોપની 10 કંપનીઓની યાદીમાં પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. આ પછી એચડીએફસી બેન્ક, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, ઈન્ફોસીસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ અને બજાજ ફાઈનાન્સનો નંબર આવે છે.

આ પણ વાંચો - FPIએ જુલાઈમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂપિયા 45,365 કરોડનું કર્યું ઇન્વેસ્ટ, જે જૂનની સરખામણીએ થોડું ઓછું

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2023 1:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.