ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ 10માંથી 4 કંપનીઓના માર્કેટ કેપમાં 1.43 લાખ કરોડનો વધારો થયો છે. SBIને સૌથી વધુ ફાયદો થયો જ્યારે LICને મોટું નુકસાન. જાણો વિગત.
Reliance Industries: મુકેશ અંબાણીની કંપનીનું માર્કેટ કેપ 32,816.4 કરોડ વધ્યું અને તે 18,01,925.19 કરોડ થઈ ગયું છે.
શેરબજારમાં ગયા સપ્તાહે એકંદરે સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સ 404.53 પોઈન્ટ અથવા 0.51 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 187.05 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. આ તેજી વચ્ચે સેન્સેક્સની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 4 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ મળીને 1.43 લાખ કરોડથી વધુનો તોતિંગ વધારો નોંધાયો છે. જેમાં સૌથી મોટી કમાણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રોકાણકારોને થઈ છે.
કઈ 4 કંપનીઓને થયો સૌથી મોટો ફાયદો?
માર્કેટ કેપમાં થયેલા વધારાની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, SBI, TCS અને લાર્સન એન્ડ ટુબ્રોનો દબદબો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે SBI ને સૌથી વધુ ફાયદો થયો. તેનું માર્કેટ કેપ 63,922.03 કરોડ વધીને સીધું 10,11,721.84 કરોડ પર પહોંચી ગયું છે.
Reliance Industries: મુકેશ અંબાણીની કંપનીનું માર્કેટ કેપ 32,816.4 કરોડ વધ્યું અને તે 18,01,925.19 કરોડ થઈ ગયું છે.
TCS: ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપનીના માર્કેટ કેપમાં 31,875.35 કરોડનો વધારો થયો, જેથી તેનું કુલ મૂલ્ય 8,87,770.13 કરોડ થયું.
L&T: કંપનીના માર્કેટ કેપમાં 14,637.76 કરોડનો ઉછાળો આવ્યો અને તે 5,56,482.45 કરોડ પર પહોંચ્યું.
આ 6 કંપનીઓને સહન કરવું પડ્યું નુકસાન
એક તરફ 4 કંપનીઓ કમાણી કરી રહી હતી, તો બીજી તરફ ટોપ 10 માંથી બાકીની 6 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 1.23 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
LIC: સૌથી મોટો ઝટકો LIC ને લાગ્યો છે. તેનું માર્કેટ કેપ 40,543.23 કરોડ ઘટીને 4,96,891.82 કરોડ પર આવી ગયું.
ICICI Bank: માર્કેટ કેપમાં 9,507.67 કરોડનો ઘટાડો થયો, જે હવે 10,20,370.63 કરોડ છે.
Bharti Airtel: કંપનીનું માર્કેટ કેપ 7,581.65 કરોડ ઘટીને 12,22,423.98 કરોડ પર આવી ગયું.
Hindustan Unilever: HUL ના માર્કેટ કેપમાં 4,793.16 કરોડનો ઘટાડો થયો, જે હવે 4,88,808.97 કરોડ છે.
ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ હજુ પણ નંબર 1
બજાર મૂલ્યની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ પ્રથમ ક્રમે અકબંધ છે. ત્યારપછી અનુક્રમે ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઇનાન્સ, L&T, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનો નંબર આવે છે.
અન્ય મહત્વના માર્કેટ અપડેટ્સ
કિર્લોસ્કર ન્યુમેટિક શેર સ્પ્લિટ કંપની પોતાના શેરના 2 ટુકડા કરવા જઈ રહી છે. આ શેર સ્પ્લિટ માટેની રેકોર્ડ ડેટ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આ શેરે છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 25 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે.
નવા સપ્તાહમાં કેટલાક શેરો શેર બજારમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. 12 ઓગસ્ટે NSE અને BSE ના મેઇનબોર્ડ સેગમેન્ટમાં Ardee Industries ના શેર લિસ્ટ થશે. જ્યારે 14 ઓગસ્ટે LEAP India અને Technocraft Ventures નું શેર બજારમાં લિસ્ટિંગ થવાનું છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.