BSE સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ના બજાર મૂડીકરણ (માર્કેટ કેપ)માં ગયા સપ્તાહે કુલ રુપિયા 2,31,177.3 કરોડનો ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી વધુ લાભ મેળવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક (SBI), ઈન્ફોસિસ અને આઈટીસી જેવી કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS), બજાજ ફાઈનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રુપિયા 19 લાખ કરોડને પાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂડીકરણ ગયા સપ્તાહે રુપિયા 1,64,959.62 કરોડના ઉછાળા સાથે રુપિયા 19,24,235.76 કરોડ પર પહોંચ્યું હતું, જેના કારણે તે સેન્સેક્સની ટોચની કંપનીઓમાં પ્રથમ સ્થાને રહી. ભારતી એરટેલનું માર્કેટ કેપ રુપિયા 20,755.67 કરોડના વધારા સાથે રુપિયા 10,56,029.91 કરોડ થયું. ICICI બેન્કનું બજાર મૂડીકરણ રુપિયા 19,381.9 કરોડના ઉછાળા સાથે રુપિયા 10,20,200.69 કરોડ, HDFC બેન્કનું રુપિયા 11,514.78 કરોડના વધારા સાથે રુપિયા 14,73,356.95 કરોડ, ઈન્ફોસિસનું રુપિયા 10,902.31 કરોડના ઉછાળા સાથે રુપિયા 6,25,668.37 કરોડ, આઈટીસીનું રુપિયા 2,502.82 કરોડના વધારા સાથે રુપિયા 5,38,294.86 કરોડ અને SBIનું માર્કેટ કેપ રુપિયા 1,160.2 કરોડના વધારા સાથે રુપિયા 7,14,014.23 કરોડ થયું.
ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 1,289.46 અંકો અથવા 1.62 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. ગુરુવારે ‘મહારાષ્ટ્ર દિવસ’ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી, જ્યારે HDFC બેન્ક, TCS, ભારતી એરટેલ, ICICI બેન્ક, SBI, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસી ક્રમશઃ અન્ય સ્થાનો પર રહ્યા.