Maruti Suzuki Q1: નફો 2.45 ગણો વધીને ₹2,485 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો | Moneycontrol Gujarati
Get App

Maruti Suzuki Q1: નફો 2.45 ગણો વધીને ₹2,485 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 2.45 ગણો વધીને 2485.1 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,012 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 04:27:27 PM Jul 31, 2023 પર
Story continues below Advertisement
31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Maruti Suzuki Q1 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 31 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 2.45 ગણો વધીને 2485.1 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,012 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 2,403 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 22 ટકા વધીને 32,327 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 26,499 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 31437 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 56 ટકા વધારાની સાથે 2,983.1 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1,912 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3,261 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 7.2 ટકા થી વધીને 9.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 31, 2023 4:27 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.