MRF Q2 Results: દેશની દિગ્ગજ ટાયર કંપની MRF એ Q2 પરિણામો જાહેર કર્યા છે. મોંઘા કાચા માલના કારણે કંપનીનો ચોખ્ખો નફો 26.6% ઘટીને 386.99 કરોડ થયો છે. બોર્ડે 3 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક (Revenue from Operations) વાર્ષિક ધોરણે 17.4% વધીને 8,660.19 કરોડ રહી છે, જે ગયા વર્ષે 7,378.72 કરોડ હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરના 8,415.50 કરોડની સરખામણીમાં પણ આવકમાં 2.9% નો વધારો થયો છે.
MRF Q2 Results: દેશની દિગ્ગજ ટાયર નિર્માતા કંપની MRF એ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY27)માં પોતાના વેચાણમાં તો સારો વધારો નોંધાવ્યો છે, પરંતુ મોંઘા કાચા માલના ખર્ચે કંપનીના નફાની હવા કાઢી નાખી છે. 10 નવેમ્બર 2026 ના રોજ જાહેર કરવામાં આવેલા ત્રિમાસિક પરિણામો મુજબ, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે 26.6% ઘટીને 386.99 કરોડ રહી ગયો છે, જે ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં 527.43 કરોડ હતો.
વેચાણમાં તેજી, પરંતુ નફા પર લાગી બ્રેક
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક (Revenue from Operations) વાર્ષિક ધોરણે 17.4% વધીને 8,660.19 કરોડ રહી છે, જે ગયા વર્ષે 7,378.72 કરોડ હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરના 8,415.50 કરોડની સરખામણીમાં પણ આવકમાં 2.9% નો વધારો થયો છે. કંપનીની અન્ય આવક (Other Income) 110.28 કરોડથી વધીને 131.39 કરોડ થઈ છે અને આ સાથે કુલ આવક 8,791.58 કરોડ પર પહોંચી ગઈ છે.
જોકે, આવકની સામે નફાનું ચિત્ર તદ્દન વિપરીત રહ્યું છે:
અગાઉના ક્વાર્ટરના 495.35 કરોડની સરખામણીએ નેટ પ્રોફિટ ત્રિમાસિક ધોરણે (QoQ) 21.9% નીચે આવ્યો છે. ટેક્સ પહેલાનો નફો (PBT) 700.45 કરોડથી 25.5% ઘટીને 521.81 કરોડ રહ્યો છે. કંપનીની પ્રતિ શેર કમાણી (EPS) ગયા વર્ષના 1,243.60 થી ઘટીને 912.46 પર આવી ગઈ છે, જે અગાઉના ક્વાર્ટરમાં 1,167.97 હતી.
મોંઘા કાચા માલે બગાડ્યું માર્જિનનું ગણિત
કંપનીના નફા પર સૌથી મોટો ફટકો કાચા માલની મોંઘવારીનો પડ્યો છે. કાચા માલનો ખર્ચ એક વર્ષ પહેલાના 4,577.49 કરોડથી સીધો 43.1% વધીને 6,552.57 કરોડ થઈ ગયો છે. કંપનીનું રેવન્યુ જેટલું વધ્યું, તેના કરતા ક્યાંય વધુ ઝડપથી આ ખર્ચ વધ્યો છે.
આ ખર્ચની સીધી અસર કંપનીની ઓપરેટિંગ કમાણી પર જોવા મળી છે:
EBITDA: વાર્ષિક ધોરણે 14.9% ઘટીને 957.53 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે 1,125.51 કરોડ હતો.
EBITDA માર્જિન: ગયા વર્ષના 15.3%થી ગગડીને 11.1% પર આવી ગયું છે. અગાઉના ક્વાર્ટરમાં આ માર્જિન 11.8% હતું.
સ્ટેન્ડઅલોન પરિણામ: સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીનું રેવન્યુ 8,523.96 કરોડ અને ચોખ્ખો નફો 369.15 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે 511.59 કરોડ હતો.
છમાસિક ગાળામાં પણ દબાણ, કેશ ફ્લો ઘટ્યો
એપ્રિલથી સપ્ટેમ્બરના સંપૂર્ણ છમાસિક ગાળા (H1) દરમિયાન MRF નું કોન્સોલિડેટેડ રેવન્યુ 13.4% વધીને 17,075.69 કરોડ રહ્યું છે. આ ગાળામાં ચોખ્ખો નફો 14.3% ઘટીને 882.34 કરોડ રહી ગયો છે, જે ગયા વર્ષે 1,029.25 કરોડ હતો. કંપનીનો ઓપરેશન્સમાંથી કેશ ફ્લો પણ 1,869.48 કરોડથી ઘટીને 634.16 કરોડ પર આવી ગયો છે. બીજી તરફ, રેટિંગ એજન્સી CARE એ કંપનીની લોન્ગ ટર્મ બેંકિંગ સુવિધા માટે “CARE AAA” અને શોર્ટ ટર્મ માટે “CARE A1+” રેટિંગ ફરીથી યથાવત રાખ્યું છે.
3 ડિવિડન્ડની જાહેરાત, 17 નવેમ્બર રેકોર્ડ ડેટ
નફામાં ઘટાડા વચ્ચે પણ કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ FY27 માટે 10 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર 3 (એટલે કે 30%) ના વચગાળાના ડિવિડન્ડની (Interim Dividend) જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ મંગળવાર, 17 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે અને રોકાણકારોને તેની ચુકવણી 1 ડિસેમ્બર 2026 ના રોજ અથવા ત્યારબાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રવિવારે મુહૂર્ત ટ્રેડિંગના દિવસે MRF નો શેર 1% ઘટીને 1,25,300 પર બંધ થયો હતો.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)